<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

વડાપ્રધાન બન્‍યા બાદ નરેન્‍દ્રભાઇ મોદીની વૈશ્વિક સન્‍માન ગાથાઃ૨૦૧૪થી સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ સુધી વિશ્વના વિવિધ દેશોના રાષ્ટ્રીય સન્‍માનોની સફર

ગુજરાતથી વૈશ્વિક મંચ સુધી સન્‍માનોમાં ઝળહળતું નરેન્‍દ્રભાઇના નેતૃત્‍વનોં અધ્‍યાય,૨૦૧૬ વિદેશી ધરતી પર ભારતીય નેતૃત્‍વ ને મળેલા સન્‍માન નો પ્રથમ શિરપાવ,૨૦૧૮: પેલેસ્‍ટાઇન ના સર્વોચ્‍ચ સન્‍માન થી ભારત-પેલેસ્‍ટાઇન મિત્રતા ને નવી ઓળખ,૨૦૧૯ વિશ્વ ના ચાર દેશો ના સન્‍માનો થી ચમક્‍યું એક અસાધારણ વર્ષ,૨૦૨૦ અમેરિકા ના ‘લેજિયન ઓફ મેરિટ'થી ભારત-અમેરિકા વ્‍યૂહાત્‍મક ભાગીદારી નું સન્‍માન,૨૦૨૧ ભૂટાન ના સર્વોચ્‍ચ નાગરિક સન્‍માન થી ભારત-ભૂટાન ના અતૂટ સંબંધો ને માન્‍યતા, ૨૦૨૩ દેશો ના સન્‍માનો થી વિશ્વમંચ પર ભારત ની વધતી હાજરીનો અધ્‍યાય,૨૦૨૪ આફ્રિકા થી કેરેબિયન અને ગલ્‍ફ સુધી પહોંચતી સન્‍માન ગાથા, ૨૦૨૫ એક પછી એક દેશો ના રાષ્ટ્રીય સન્‍માનો થી ગુંજયું વૈશ્વિક મંચ, ડિસેમ્‍બર ૨૦૨૫ ઇથિઓપિયા થી ઓમાન સુધી સન્‍માનો ની વધુ એક ઐતિહાસિક કડી, ૨૦૨૬ યુરોપ થી એશિયા સુધી વિસ્‍તરતી સન્‍માન યાત્રાઃ સન્‍માન ની પાછળનો સંદેશ વ્‍યક્‍તિ થી આગળ ભારત અને ભારતીયો ની પ્રતિષ્ઠા,સન્‍માન મળ્‍યું, શ્રેય કોને...? નરેન્‍દ્રભાઇ ની પોતાની જ વાણી માં ભારત ને સમર્પિત ભાવના,વિદેશી સન્‍માનો પર વડાપ્રધાન મોદી ની પોતાની પ્રતિક્રિયા,‘‘ આ સન્‍માન મારું નહીં, ભારતનું છે''

 

 

(જીતેન્‍દ્ર રૂપારેલિયા..)વાપીઃનરેન્‍દ્ર ભાઈ ૨૬ મે ૨૦૧૪ ના રોજ ભારત ના વડાપ્રધાન બન્‍યા બાદ ભારત ના વિદેશી સંબંધો માં અનેક મહત્‍વપૂર્ણ દ્યટનાઓ નોંધાઈ છે આ સમયગાળા દરમિયાન વિવિધ દેશો એ વડાપ્રધાન મોદી ને પોતાના રાષ્ટ્રીય, રાજય અથવા સર્વોચ્‍ચ નાગરિક સન્‍માન થી નવાજયા છે , વિદેશ મંત્રાલય અને વડાપ્રધાન કાર્યાલય ના ઉપલબ્‍ધ રેકોર્ડ તથા ૨૦૨૬ સુધી ના તાજેતર ના સન્‍માનો ને આધારે તૈયાર કરેલ યાદી જોઈએ તો,  ૨૦૧૬ થી શરૂ થઈ વિદેશી રાષ્ટ્રીય સન્‍માનો ની શ્રેણીવડાપ્રધાન તરીકે મોદી ને મળેલું પ્રથમ મોટું વિદેશી રાષ્ટ્રીય સન્‍માન ૨૦૧૬ માં સાઉદી અરેબિયા અને અફદ્યાનિસ્‍તાન તરફથી મળ્‍યું હતું , ત્‍યારબાદ એશિયા, યુરોપ, આફ્રિકા, મધ્‍યપૂર્વ અને કેરેબિયન દેશો સુધી આ સન્‍માનો ની શ્રેણી વિસ્‍તરી છે.

  વર્ષવાર સંપૂર્ણ સૂચિ : વર્ષ, દેશ, સન્‍માન

૨૦૧૬:  સાઉદી અરેબિયા,ઓર્ડર ઓફ કિંગ અબ્‍દુલઅઝીઝ,૨૦૧૬: અફદ્યાનિસ્‍તાન,સ્‍ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમીર અમાનુલ્લાહ ખાન,૨૦૧૮: પેલેસ્‍ટાઇન,ગ્રાન્‍ડ કોલર ઓફ ધ સ્‍ટેટ ઓફ પેલેસ્‍ટાઇન,૨૦૧૯:  યુએઈ,ઓર્ડર ઓફ ઝાયેદ,૨૦૧૯: રશિયા,ઓર્ડર ઓફ સેન્‍ટ એન્‍ડ્ર્‌યુ ધ એપોસ્‍ટલ,૨૦૧૯ માલદીવ,ઓર્ડર ઓફ ધ ડિસ્‍ટિંગ્‍વિશ્‍ડ રૂલ ઓફ નિશાન ઇઝુદ્દીન,૨૦૧૯:બહેરીન, કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાંસ,૨૦૨૦: અમેરિકા,લેજિયન ઓફમેરિટ - ચીફ કમાન્‍ડર,૨૦૨૧: ભૂટાન,ઓર્ડર ઓફધ ડ્રુક ગ્‍યાલ્‍પો,૨૦૨૩: ફિજી,કમ્‍પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી,૨૦૨૩:પાપુઆ ન્‍યૂ ગિની,કમ્‍પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ,૨૦૨૩:પાલાઉ,એબકલ એવોર્ડ, ૨૦૨૩:ઇજિપ્ત,ઓર્ડર ઓફ ધ નાઇલ, ૨૦૨૩:ફ્રાન્‍સ,ગ્રાન્‍ડ ક્રોસ ઓફ ધ લેજિયન ઓફ ઓનર,૨૦૨૩:ગ્રીસ,ગ્રાન્‍ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર, નાઇજીરિયાઃ ગ્રાન્‍ડ કમાન્‍ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજર,૨૦૨૪: ગયાના,ઓર્ડર ઓફ એક્‍સેલન્‍સ,૨૦૨૪: ડોમિનિકા,ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર,૨૦૨૪: બાર્બાડોસ, ઓનરરી ઓર્ડર ઓફ ફ્રીડમ,૨૦૨૪: કુવૈત,ઓર્ડર ઓફ મુબારક અલ-કબીર, ૨૦૨૪:  રશિયા,ઓર્ડર ઓફ સેન્‍ટ એન્‍ડ્ર્‌યુનું વાસ્‍તવિક પ્રદાન ラ સન્‍માનની જાહેરાત ૨૦૧૯માં થઈ હતી,૨૦૨૪:ભૂટાન,ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્‍યાલ્‍પો નું સત્તાવાર પ્રદાન/સમારોહ ૨૦૨૪ માં નોંધાયો હતો,અહીં વર્ષના તફાવત નું કારણ ખાસ કરી ને રશિયા અને ભૂટાનના સન્‍માનો ની જાહેરાત અને પ્રદાન ની તારીખો અલગ હોવી છે , રશિયા નો ઓર્ડર ૨૦૧૯ માં જાહેર થયો હતો, પરંતુ ૯ જુલાઈ ૨૦૨૪ ના રોજ ક્રેમલિન માં સત્તાવાર રીતે એનાયત થયો.

  ૨૦૨૫: એક જ વર્ષ માં સન્‍માનો ની લાંબી યાદી,૨૦૨૫ નરેન્‍દ્ર મોદી ના વિદેશી સન્‍માનો ની દૃષ્ટિ એ નોંધપાત્ર વર્ષ રહ્યું , બાર્બાડોસ, મોરિશિયસ, શ્રીલંકા, સાયપ્રસ, દ્યાના, ત્રિનિદાદ અને ટોબેગો, બ્રાઝિલ, નામિબિયા, ઇથિઓપિયા અને ઓમાન તરફ થી તેમને વિવિધ રાષ્ટ્રીય અને મહત્‍વપૂર્ણ સન્‍માન મળ્‍યાં.

  ૨૦૨૫ ના સન્‍માનો બાર્બાડોસ ラ ૫ માર્ચ ૨૦૨૫,ઓનરરી ઓર્ડર ઓફ ફ્રીડમ,(Honorary Order of Freedom)  મોરિશિયસ ラ ૧૧ માર્ચ ૨૦૨૫:ગ્રાન્‍ડ કમાન્‍ડરઓફ ધ ઓર્ડર ઓફધ સ્‍ટાર એન્‍ડ કી ઓફ ધ ઇન્‍ડિયન ઓશન,(Grand Commander of the Order of the Star and Key of the Indian Ocean), મોરિશિયસ નું આ સર્વોચ્‍ચ નાગરિક સન્‍માન છે. શ્રીલંકા ラ ૫ એપ્રિલ ૨૦૨૫,શ્રીલંકા મિત્ર વિભૂષણ(Sri Lanka Mitra Vibhushana) સાયપ્રસ ラ ૧૬ જૂન ૨૦૨૫:ગ્રાન્‍ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મકારિયોસ ત્રીજા(Grand Cross of the Order of Makarios III)  દ્યાના ラ ૨ જુલાઈ ૨૦૨૫:ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્‍ટાર ઓફદ્યાના (Officer of the Order of the Star of Ghana) ત્રિનિદાદ અને ટોબેગો ラ ૪ જુલાઈ ૨૦૨૫:ઓર્ડર ઓફ ધ રિપબ્‍લિક ઓફ ત્રિનિદાદ એન્‍ડ ટોબેગો (Order of the Republic of Trinidad and Tobago)આ ત્રિનિદાદ અને ટોબેગો નું સર્વોચ્‍ચ રાષ્ટ્રીય સન્‍માન છે.ાઝિલ ラ ૮ જુલાઈ ૨૦૨૫:ગ્રાન્‍ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ(Grand Collar of the National Order of the Southern Cross) નામિબિયા ラ ૯ જુલાઈ ૨૦૨૫: ઓર્ડરઓફ ધ મોસ્‍ટ એન્‍શિયન્‍ટ વેલ્‍વિટ્‍શિયા મિરાબિલિસ(Order of the Most Ancient Welwitschia Mirabilis) ઇથિઓપિયા ラ ૧૬ ડિસેમ્‍બર ૨૦૨૫:ગ્રેટ ઓનર નિશાન ઓફ ઇથિઓપિયા(Great Honor Nishan of Ethiopia)  ઇથિઓપિયા નું સર્વોચ્‍ચ રાષ્ટ્રીય સન્‍માન છે. ઓમાન ラ ૧૮ ડિસેમ્‍બર ૨૦૨૫:ઓર્ડર ઓફ ઓમાન(Order of Oman) ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ને આ સન્‍માન એનાયત કરવામાં આવ્‍યું.૨૦૨૬ ラ યુરોપ થી એશિયા સુધી સન્‍માનો ની નવી કડી

૨૦૨૬ માં પણ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ને મળેલા વિદેશી સન્‍માનો ની શ્રેણી આગળ વધી , ઇઝરાયેલ થી લઈ ને સ્‍વીડન, નોર્વે, સ્‍લોવાકિયા, સેશેલ્‍સ, ઇન્‍ડોનેશિયા અને ઉઝબેકિસ્‍તા ન સુધી વિવિધ દેશો એ વડાપ્રધાન મોદી ને વિશેષ રાષ્ટ્રીય અને રાજય સન્‍માનો થી નવાજયા. ઇઝરાયેલ ラ ફેબ્રુઆરી ૨૦૨૬:નેસેટ મેડલ(Medal of the Knesset)ઇઝરાયેલ ની સંસદ એટલે કે નેસેટ દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ને આ વિશેષ સન્‍માન આપવામાં આવ્‍યું.  સ્‍વીડન ラ ૧૭ મે ૨૦૨૬:રોયલ ઓર્ડર ઓફ  ધ પોલાર સ્‍ટાર  ડિગ્રી કમાન્‍ડર ગ્રાન્‍ડ ક્રોસ(Royal Order of the Polar Star — Degree Commander Grand Cross)સ્‍વીડનના સૌથી જૂના અને પ્રતિષ્ઠિત રાજકીય-રાજય સન્‍માનો માં આ સન્‍માન નો સમાવેશ થાય છે ,  તે વિદેશી સરકાર ના વડા ઓ સહિત મહત્‍વપૂર્ણ વિદેશી વ્‍યક્‍તિઓ ને આપવામાં આવે છે. નોર્વે ラ ૧૮ મે ૨૦૨૬:ગ્રાન્‍ડ ક્રોસ ઓફ  ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટ (Grand Cross of the Royal Norwegian Order of Merit)

વિદેશી સરકારો ના વડાઓ ને આપવામાં આવતા નોર્વે ના મહત્‍વપૂર્ણ સન્‍માનો માં આ સન્‍માન નો સમાવેશ થાય છે ,  નોર્વે ના રાજા હેરાલ્‍ડ પાંચ મા દ્વારા વડાપ્રધાન મોદી ને આ સન્‍માન એનાયત કરવામાં આવ્‍યું., સ્‍લોવાકિયા ラ જૂન ૨૦૨૬:ઓર્ડર ઓફ ધ વ્‍હાઇટ ડબલ ક્રોસ ラ પ્રથમ વર્ગ(Order of the White Double Cross — First Class)સ્‍લોવાકિયા ના મહત્‍વપૂર્ણ રાષ્ટ્રીય સન્‍માનો માં આ સન્‍માન નો સમાવેશ થાય છે ,  વડાપ્રધાન મોદી ને આ સન્‍માન થી નવાજવામાં આવ્‍યા.સેશેલ્‍સ ラ જૂન ૨૦૨૬:ગાર્ડિયન ઓફ ધ બ્‍લૂ હોરાઇઝન ラ પ્રેસિડેન્‍શિયલ ડિસ્‍ટિન્‍ક્‍શન (Guardian of the Blue Horizon — Presidential Distinction)પર્યાવરણ સંરક્ષણ, સમુદ્રી સહયોગ અને બ્‍લૂ ઇકોનોમી એટલે કે સમુદ્રી અર્થતંત્ર જેવા ક્ષેત્રોમાં સહકારના સંદર્ભ માં આ વિશિષ્ટ સન્‍માન આપવામાં આવ્‍યું.  ઇન્‍ડોનેશિયા ラ જુલાઈ ૨૦૨૬:

સ્‍ટારઓફ ધ રિપબ્‍લિક ઓફઇન્‍ડોનેશિયા ラ અદિપુર્ણા (Star of the Republic of Indonesia — Adipurna)ઇન્‍ડોનેશિયાના સર્વોચ્‍ચ રાષ્ટ્રીય સન્‍માનોમાં ના એક એવા આ સન્‍માન થી વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ને નવાજવામાં આવ્‍યા. ઉઝબેકિસ્‍તાન ラ ૩૦ ઓગસ્‍ટ ૨૦૨૬:  ઓર્ડર : ઓફ હાઇએસ્‍ટ ફ્રેન્‍ડશિપ(Order of Highest Friendship)ઉઝબેકિસ્‍તાન ની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ને આ વિશિષ્ટ સન્‍માન આપવામાં આવ્‍યું. આ સન્‍માન ભારત અને ઉઝબેકિસ્‍તાન વચ્‍ચેની મિત્રતા તથા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાના યોગદાન ના સંદર્ભમાં આપવામાં આવ્‍યું. સન્‍માનો અંગે વડાપ્રધાન મોદી ની પોતાની પ્રતિક્રિયા જોઈએ તો,

વિદેશી ધરતી પર મળતા રાષ્ટ્રીય અને સર્વોચ્‍ચ સન્‍માનો અંગે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી નો અભિગમ પણ નોંધપાત્ર રહ્યો છે , વિવિધ દેશો તરફથી મળેલા સન્‍માનો સ્‍વીકારતી વખતે તેમણે અનેક વખત સ્‍પષ્ટ કર્યું છે કે તેઓ આ સન્‍માન ને વ્‍યક્‍તિગત સન્‍માન તરીકે નહીં, પરંતુ ભારત ના લોકો અને ભારત ની વૈશ્વિક મિત્રતા ના સન્‍માન તરીકે જુએ છે, નરેન્‍દ્ર ભાઈ ની નમ્રતા નું જીવંત ઉદાહરણ....

‘‘આ સન્‍માન માત્ર મારું નથી, પરંતુ ભારત ના લોકો નું સન્‍માન છે.'

(2:23 PM IST)