તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
કાલે રાત્રે નરેન્દ્રભાઇ જામનગરમાં: હર્ષ સંઘવી દ્વારા પૂર્વ તૈયારીની સમીક્ષા
પૂનમબેન માડમ, દિવ્યેશ અકબરી, ધનસુખભાઇ ભંડેરી, કમલેશભાઇ મીરાણી, પોલીસ અધિકારીઓ ઉપસ્થિત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૯ :.. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું કાલે રાત્રે જામનગરમાં આગમન થશે.
જામનગર મુલાકાતને લઈને તંત્ર દ્વારા કરવામાં આવેલી પૂર્વતૈયારીઓની સમીક્ષા કરવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી આજે જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. મંત્રીશ્રીના આગમન વેળાએ જામનગરના વિવિધ પદાધિકારીઓ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનશ્રીની જામનગર મુલાકાત સંદર્ભે કરવામાં આવેલી વ્યવસ્થાઓ અને આયોજનના નિરીક્ષણ અર્થે નાયબ મુખ્યમંત્રીશ્રી જામનગર પધાર્યા છે. એરપોર્ટ ખાતે તેમના સ્વાગત પ્રસંગે જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, અગ્રણી ધનસુખભાઈ ભંડેરી, કમલેશભાઈ મીરાણી તેમજ પૂર્વ મેયર બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.તેમજ વહીવટી અને પોલીસ તંત્ર તરફથી રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય, જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીએ મંત્રીશ્રીને આવકાર્યા હતા.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
