<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

નરેન્‍દ્રભાઇ નર્મદા ઘાટ ખાતે મહાઆરતીમાં ઉપસ્‍થિત રહયા : ભારત પર્વને ખુલ્લુ મુકયું

માતા નર્મદની પૂજા-અર્ચના કરી દેશની સુખાકારી-સમૃધ્‍ધી માટે પ્રાર્થના કરતા પીએમ મોદી

કેવડીયા : નરેન્‍દ્રભાઈમોદી બે દિવસીય ગુજરાત પ્રવાસ છે, ત્‍યારે ગઈકાલે પ્રથમ દિવસે શુક્રવારે બનાસકાંઠા ખાતે કાર્યક્રમમાં હાજરી આપ્‍યા બાદ વડાપ્રધાન મોદી સાંજે એકતાનગર પહોંચ્‍યા હતા. જ્‍યા‘એકતા પ્રકાશ પર્વ'ની મુલાકાત લીધા પછી નર્મદા ઘાટ ખાતે મહાઆરતીમાં ઉપસ્‍થિત રહ્યા હતા. નરેન્‍દ્રભાઈએ એકતાનગર (કેવડિયા) ખાતે આવેલા નવનિર્મિત શૂલપાણેશ્વર (ગોરા) નર્મદા ઘાટ પર ભવ્‍ય નર્મદા મહાઆરતીમાં ઉપસ્‍થિત રહી રાષ્‍ટ્રીય એકતા દિવસની પૂર્વસંધ્‍યાએ યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં માતા નર્મદાની પૂજા-અર્ચના કરી દેશની સુખાકારી અને સમળદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.આ પછી વડાપ્રધાન મોદી સર્કિટ હાઉસ જવા રવાના થયા હતા. નર્મદાના એકતાનગર ખાતે વડાપ્રધાન મોદીઅ‘એકતા પ્રકાશ પર્વ' પર રોશનની અદભૂત કળતિઓ નીહાળી અને ‘ભારત પર્વ'નું ઉદ્ધાટન કર્યું હતુ. નર્મદા ઘાટ પર મહાઆરતી સમય‘નર્મદે હર..જીવનભર'ના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્‍યું હતું.

(2:47 PM IST)