<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

નરેન્‍દ્રભાઇ મોદી આજથી ઈન્‍ડોનેશિયા, ન્‍યૂઝીલેન્‍ડ અને ઓસ્‍ટ્રેલીયાના પ્રવાસે

ઈન્‍ડોનેશિયા અને ઓસ્‍ટ્રેલિયાની આ ત્રીજી મુલાકાત નરેન્‍દ્ર ભાઈની આ ન્‍યૂઝીલેન્‍ડની પ્રથમ અને ઐતિહાસિક સત્તાવાર મુલાકાત, લગભગ ૪૦ વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાનનો ન્‍યૂઝીલેન્‍ડના પ્રવાસે, ઓસ્‍ટ્રેલિયાના મેલબોર્નના માર્વેલ સ્‍ટેડીયમમાં લાગશે ફરી મોદી.... મોદી... ના નારા ૩૦હજારથી વધુ ભારતીયો ઉમટી પડશે

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી આજે ૬ જુલાઈથી ૧૧ જુલાઈ દરમિયાન ઈન્‍ડોનેશિયા, ન્‍યૂઝીલેન્‍ડ અને ઓસ્‍ટ્રેલીયા ની મહત્‍વપૂર્ણ વિદેશ યાત્રા પર જઈ રહ્યા છે, આ પ્રવાસ નો મુખ્‍ય હેતુ ઇન્‍ડો- પેસિફિક ક્ષેત્ર માં ભારતના વ્‍યૂહાત્‍મક, આર્થિક અને રાજદ્વારી સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે.

મોદીજીના આ પ્રવાસની રૂપરેખા જોઈએ તો નરેન્‍દ્ર ભાઈ ૬ જુલાઈ, ૨૦૨૬ ભારતથી પ્રસ્‍થાન કરી ને ઇન્‍ડોનેશિયાની રાજધાની જકાર્તા પહોંચશે, ત્‍યાં તેમનું ઔપચારિક સ્‍વાગત કરવામાં આવશે અને ઉચ્‍ચસ્‍તરીય બેઠકોનો પ્રારંભ થશે.

ત્‍યાર બાદ ૭ મી જુલાઈ, ૨૦૨૬ના રોજ ઇન્‍ડોનેશિયાના રાષ્‍ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક યોજાશે ,  આ બેઠક દરમિયાન વેપાર, રોકાણ, સમુદ્રી સુરક્ષા, સંરક્ષણ સહયોગ, ઇન્‍ડો-પેસિફિક ક્ષેત્ર માં સ્‍થિરતા અને વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, બંને દેશો વચ્‍ચે કેટલાક મહત્‍વપૂર્ણ કરારો અને સંયુક્‍ત નિવેદનની પણ શકયતા છે.

૮ જુલાઈ, ૨૦૨૬ ના રોજ વડાપ્રધાન ન્‍યૂઝીલેન્‍ડ માટે પ્રસ્‍થાન કરશે, ત્‍યાં તેઓ ભારતીય મૂળના લોકો સાથે મુલાકાત કરશે તેમજ બંને દેશો વચ્‍ચેના સંબંધો ને નવી દિશા આપવા માટે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.

૯ જુલાઈ, ૨૦૨૬ના રોજ ન્‍યૂઝીલેન્‍ડના વડાપ્રધાન સાથે ઉચ્‍ચસ્‍તરીય બેઠક યોજાશે,  કળષિ, શિક્ષણ, ટેક્રોલોજી, નવીનતા, વેપાર, રોકાણ અને લોકો વચ્‍ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવશે.

૧૦ જુલાઈ, ૨૦૨૬ ના રોજ વડાપ્રધાન ઓસ્‍ટ્રેલિયા પહોંચશે , અહીં ઓસ્‍ટ્રેલિયા ના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક યોજાશે , સંરક્ષણ સહયોગ, ઇન્‍ડો-પેસિફિક સુરક્ષા, ક્રિટિકલ મિનરલ્‍સ, ઊર્જા, વેપાર, રોકાણ અને શિક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા અંગે ચર્ચા થવાની અપેક્ષા છે, ઉપરાંત ભારતીય સમુદાયને પણ સંબોધિત કરવાની શકયતા છે.

૧૧ જુલાઈ, ૨૦૨૬ ના રોજ ઓસ્‍ટ્રેલિયા માં અન્‍ય મહત્‍વપૂર્ણ કાર્યક્રમો અને બેઠકો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન ભારત પરત ફરશે. આ સાથે છ દિવસીય ઇન્‍ડો-પેસિફિક પ્રવાસનું સમાપન કરશે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી એ ૨૬ મે ૨૦૧૪ના રોજ વડાપ્રધાન પદ સંભાળ્‍યા બાદ ઇન્‍ડોનેશિયા ની કુલ ત્રીજી મુલાકાત છે.

પ્રથમ વખત, ૨૯-૩૦ મે, ૨૦૧૮ - પ્રથમ સત્તાવાર દ્વિપક્ષીય મુલાકાત હતી જે  જકાર્તા માં ઇન્‍ડોનેશિયા ના રાષ્‍ટ્રપતિ જોકો વિડોડો સાથે બેઠક યોજાઈ, ભારત અને ઇન્‍ડોનેશિયાના સંબંધો ને વ્‍યાપક વ્‍યૂહાત્‍મક ભાગીદારીના સ્‍તરે લઈ જવામાં આવ્‍યા, સમુદ્રી સુરક્ષા, વેપાર, રોકાણ અને સંરક્ષણ ક્ષેત્રે અનેક મહત્‍વપૂર્ણ સમજૂતીઓ થઈ. ત્‍યાર બાદ બીજી મુલાકાત ૬-૭ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૩ -એશિયન અને ઇસ્‍ટ એશિયા સમિટ માં થઈ જે  જકાર્તામાં યોજાયેલા આ સમિટમાં ભારતની એક્‍ટ ઇસ્‍ટ પોલિસીને વધુ મજબૂત બનાવવા તથા એશિયન  દેશો સાથેના સંબંધો વધુ ગાઢ કરવા ચર્ચાઓ થઈ, અને હવે આજની આ ત્રીજી મુલાકાત છે.

નરેન્‍દ્ર મોદીજીની ઈન્‍ડોનેશિયા મુલાકાત દરમિયાન અપેક્ષા મુજબના કરારો અને ચર્ચાઓ સફળ થાય, તો ભારતને નીચે મુજબના મહત્‍વના ફાયદા થઈ શકે છેઃ ૧ ખાતરની ઉપલબ્‍ધતા વધશે, ઈન્‍ડોનેશિયા વિશ્વના મોટા યુરિયા ઉત્‍પાદકોમાંનું એક છે, ભારતને યુરિયાનો સ્‍થિર પુરવઠો મળી શકે છે, જે ખેડૂતો માટે લાભદાયી બનશે અને ખાતરની અછત ઘટાડી શકશે.

૨ વેપારમાં વધારો, બંને દેશો વચ્‍ચે વેપાર વધારવા અને પ્રેફરન્‍શિયલ ટ્રેડ એગ્રીમેન્‍ટ (PTA) તરફ આગળ વધવાની ચર્ચા છે , ભારત ની નિકાસ વધશે અને ભારતીય કંપનીઓ ને નવા બજારો મળશે.

૩ સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર બ્રહ્મોસ મિસાઇલ સહિત સંરક્ષણ સહયોગ વધારવાની શકયતા છે , હિંદ મહાસાગર અને ઇન્‍ડો-પેસિફિક વિસ્‍તાર માં ભારત ની વ્‍યૂહાત્‍મક સ્‍થિતિ વધુ મજબૂત બની શકે છે.  ૪ ક્રિટિકલ મિનરલ્‍સની સુરક્ષા નિકલ જેવા મહત્‍વના ખનિજોમાં ઈન્‍ડોનેશિયા સમળદ્ધ છે, આ ખનિજો ઇલેક્‍ટ્રિક વાહનોની બેટરી, સેમિકન્‍ડક્‍ટર અને આધુનિક ઉદ્યોગો માટે અત્‍યંત જરૂરી છે,  ભારતને પુરવઠો વધુ સુરક્ષિત બની શકે છે.

૫ યુપીઆઈ  અને ડિજિટલ પેમેન્‍ટ ભારતની UPI અને ઈન્‍ડોનેશિયાની QRIS પેમેન્‍ટ સિસ્‍ટમને જોડવાની દિશામાં -ગતિ થઈ શકે છે, પ્રવાસી ઓ અને વેપારીઓ માટે આંતરરાષ્‍ટ્રીય ચુકવણી સરળ બનશે.

૬  ઇન્‍ડો-પેસિફિકમાં ભારતની ભૂમિકા મજબૂત થશે મલક્કા જળમાર્ગ વિશ્વના સૌથી મહત્‍વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાંનો એક છે, ઈન્‍ડોનેશિયા સાથેના સારા સંબંધો ભારતની સમુદ્રી સુરક્ષા અને વેપાર હિતોને મજબૂત બનાવશે.

જો આ મુલાકાત સફળ રહે, તો ભારતને ખાતર, વેપાર, સંરક્ષણ, મહત્‍વના ખનિજો, ડિજિટલ અર્થતંત્ર અને સમુદ્રી સુરક્ષા જેવા ક્ષેત્રોમાં લાંબા ગાળાના વ્‍યૂહાત્‍મક લાભ મળી શકે છે,  આ મુલાકાત માત્ર રાજકીય નહીં, પરંતુ ભારતના આર્થિક અને સુરક્ષા હિતો માટે પણ મહત્‍વપૂર્ણ માનવામાં આવે છે.

જ્‍યારે ન્‍યૂઝીલેન્‍ડ ની અત્‍યાર સુધીની આ પ્‍શથમ ૧ સત્તાવાર મુલાકાત છે,અને લગભગ ૪૦ વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન ન્‍યૂઝીલેન્‍ડની મુલાકાતે જઈ રહ્યા છે.

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ન્‍યૂઝીલેન્‍ડના વડાપ્રધાન ક્રિસ્‍ટોફર લક્‍સનના આમંત્રણ પર ન્‍યૂઝીલેન્‍ડની મુલાકાતે ગયા છે, ભારત અને ન્‍યૂઝીલેન્‍ડ વચ્‍ચે વેપાર, રોકાણ, શિક્ષણ, કળષિ, ટેક્રોલોજી અને ઇન્‍ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ વધારવા અંગે ચર્ચા થવા ઉપરાંત બંને દેશો વચ્‍ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ઉચ્‍ચસ્‍તરીય બેઠકો યોજાશે, અને ન્‍યૂઝીલેન્‍ડમાં વસતા ભારતીય સમુદાય સાથે પણ વડાપ્રધાન મોદીએ મુલાકાત કરી અને તેમને સંબોધિત કરશે.

હવે જો આપણે આવી જ રીતે ઓસ્‍ટ્રેલિયાની મુલાકાત વિશે જાણીએ તો ઓસ્‍ટ્રેલિયાની આ અત્‍યાર સુધીની કુલ ૩ મુલાકાત છે, પ્રથમ ૧૬-૧૮ નવેમ્‍બર, ૨૦૧૪ - પ્રથમ મુલાકાત , વડાપ્રધાન બન્‍યા બાદ આ તેમની ઓસ્‍ટ્રેલિયાની પ્રથમ મુલાકાત હતી, તેઓ ૨૦૧૪ જી ૨૦ સમિટમાં ભાગ લેવા ગયા હતા, લગભગ ૨૮ વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની ઓસ્‍ટ્રેલિયાની દ્વિપક્ષીય મુલાકાત થઈ હતી, તેમણે ઓસ્‍ટ્રેલિયાની સંસદને પણ સંબોધિત કરી હતી, સુરક્ષા, વેપાર, ઊર્જા અને શિક્ષણ ક્ષેત્રે સહકાર વધારવા પર ભાર મૂકવામાં આવ્‍યો.

જ્‍યારે બીજી મુલાકાત ૨૨-૨૪ મે, ૨૦૨૩ - વડાપ્રધાન Anthony Albanese ના આમંત્રણ પર સત્તાવાર મુલાકાત લીધી અને સિડની માં ભારતીય સમુદાય ના ભવ્‍ય કાર્યક્રમને સંબોધિત કર્યો, વેપાર, સ્‍વચ્‍છ ઊર્જા, મહત્‍વપૂર્ણ ખનિજો, ટેક્રોલોજી અને ગતિશીલતા  અંગે મહત્‍વપૂર્ણ સમજૂતીઓ થઈ, ભારત-ઓસ્‍ટ્રેલિયા વ્‍યૂહાત્‍મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવામાં આવી. અને આ હવે જુલાઈ,  ત્રીજી મુલાકાત છે, કેનબેરા અને સિડની ની મુલાકાત નું આયોજન કરવામાં આવ્‍યું છે, બંને દેશો વચ્‍ચે વેપાર, સંરક્ષણ, ઇન્‍ડો-પેસિફિક સહકાર, મહત્‍વપૂર્ણ ખનિજો અને નવી ટેક્રોલોજી અંગે ઉચ્‍ચસ્‍તરીય ચર્ચાઓ થવાની છે, તેમજ ઓસ્‍ટ્રેલિયામાં વસતા ભારતીય સમુદાય સાથે પણ વડાપ્રધાન મોદી મુલાકાત કરશે.

આ કાર્યક્રમ ૅ મેલબોર્ન મીટસ મોદી.... વિઝન પાર્ટનરશીપ પ્રોગ્રેસૅ થીમ હેઠળ આયોજિત થઈ રહ્યો છે, તેનો મુખ્‍ય હેતુ ઓસ્‍ટ્રેલિયામાં વસતા ભારતીય સમુદાય દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીનું ભવ્‍ય સ્‍વાગત કરવાનો છે, આ કાર્યક્રમનું આયોજન  ઓસ્‍ટ્રેલિયા ઇન્‍ડિયા ફાઉન્‍ડેશન  દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આ કાર્યક્રમ મેલબોર્નના માર્વેલ સ્‍ટેડીયમ ખાતે યોજાશે. આ સ્‍ટેડિયમ ઓસ્‍ટ્રેલિયાના સૌથી આધુનિક અને મોટા મલ્‍ટીપર્પઝ સ્‍ટેડિયમમાંનું એક છે, મળતી માહિતી અનુસાર ૩૦૦૦૦ થી વધુ ભારતીયો ઉમટી પડશે આ કાર્યક્રમમાં  ઓસ્‍ટ્રેલિયા માં વસતા ભારતીય મૂળના હજારો લોકો વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ ડૉક્‍ટરો, IT પ્રોફેશનલ્‍સ વિવિધ ભારતીય સામાજિક અને સાંસ્‍કળતિક સંસ્‍થાઓના પ્રતિનિધિ ઓ ભાગ લેશે, આ   કાર્યક્રમ માં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીનું જાહેર સંબોધન રહેશે, ભારત-ઓસ્‍ટ્રેલિયા મિત્રતા પર ભાર તેમજ, સાંસ્‍કળતિક કાર્યક્રમો ભારતીય સમુદાયના યોગદાનનું સન્‍માન બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપશે.

આ કાર્યક્રમ એટલા માટે ખાસ છે કે ઓસ્‍ટ્રેલિયા માં ભારતીય મૂળ ના લોકોની સંખ્‍યા ઝડપથી વધી રહી છે, આ અત્‍યાર સુધી ના સૌથી મોટા ભારતીય સમુદાયના કાર્યક્રમોમાંનો એક બની શકે છે, ૨૦૨૩માં સિડનીમાં યોજાયેલા મોદીજીના કાર્યક્રમ પછી આ સૌથી મોટો સામુદાયિક કાર્યક્રમ માનવામાં આવી રહ્યો છે.

આ સમગ્ર પ્રવાસ દ્વારા ભારત ઇન્‍ડો-પેસિફિક ક્ષેત્રમાં પોતાની વ્‍યૂહાત્‍મક હાજરી વધુ મજબૂત બનાવશે, વેપાર અને રોકાણની નવી તકો ઊભી કરશે, સંરક્ષણ સહયોગને નવી દિશા આપશે તેમજ વૈશ્વિક મંચ પર ભારતની રાજદ્વારી ભૂમિકાને વધુ સશક્‍ત બનાવવાનો પ્રયાસ કરશે.

(10:31 AM IST)