તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
દિલ્લી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં બનશે ‘નમો સિટી'
૫૦૦૦ કરોડની જોગવાઈ... શહેરો બિલકુલ નવી રીતે બનાવવામાં આવશે : આધુનિક ટેકનોલોજી, ગ્રીન કવર અને ‘સ્માર્ટ સુવિધાઓ' સાથે આયોજિત રીતે વિકસાવવામાં આવશે

નવી દિલ્લી,તા.૧૭: દેશના ચાર રાજ્યોમાં નમો સિટી બનશે. આ માટે ૫૦૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નેશનલ કેપિટલ રીઝન (NCR)માં ચાર ગ્રીનફિલ્ડ નમો સિટી વિકસાવવામાં આવશે.
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન મનોહર લાલે જણાવ્યું કે, નેશનલ કપિટલ રીજનમાં (NCR) ચાર ગ્રીનફિલ્ડ નમો સિટી વિકસાવાશે. દિલ્લી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં એક-એક જિલ્લા માટે પાંચ વર્ષમાં ૫૦૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. ફઘ્ય્નો વર્તમાન ૫૫૦૮૩ કિલોમીટરના વિસ્તાર મૂળભૂત સ્થિતિમાં જ રહેશે. તેમજ આ વિસ્તારમાં હાલ સામેલ કોઈપણ જિલ્લાને બહાર નહીં કરવામાં આવે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નમો સિટી તરીકે ઓળખનાર નવા શહેરોને રીજનલ પ્લાન અંતર્ગત વિકસાવાશે. દરેક રાજ્ય ત્રણ પ્રસ્તાવ મોકલશે અને તેમાંથી એકની પસંદગી કરાશે. સિટી નોડનો મતલબ શહેરોનું ટ્રાન્સપોર્ટ નેટવર્ક બીજા શહેરો સાથે જોડાયેલું હોય અને ત્યાં મકાન, કોમર્શિયલ ગતિવિધિ, રોજગારી, હેલ્થકેર તથા શિક્ષણ સંબંધિત જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય તેવો છે.
આધુનિક અને પર્યાવરણ-અનુકૂળ વિકાસઃ આ શહેરો બિલકુલ નવી રીતે બનાવવામાં આવશે. તેમને આધુનિક ટેકનોલોજી, ગ્રીન કવર અને 'સ્માર્ટ સુવિધાઓ' સાથે આયોજિત રીતે વિકસાવવામાં આવશે.
પ્રદૂષણ અને ટ્રાફિક જામમાંથી રાહતઃ દિલ્હી પરની નિર્ભરતા ઘટાડવા માટે આ શહેરોને ત્યાં 'કામ માટે પગપાળા' જવાનું કલ્ચર વિકસે તે રીતે બનાવવામાં આવશે.
પરિવહન વ્યવસ્થાઃ નમો શહેરોને રેપિડ રેલ કે મેટ્રો જેવા હાઇ-સ્પીડ ટ્રાન્સપોર્ટ નેટવર્ક સાથે જોડવામાં આવશે, જેનાથી અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો માટે પણ દિલ્હી આવવા-જવાનું ખૂબ જ સરળ અને ઝડપી બની જશે.
રોજગારીની તકો ઉભી થશેઃ દિલ્હી-NCRમાં નવી ટાઉનશિપ અને ઔદ્યોગિક હબ બનાવવાથી રોજગારીની નવી તકો ઊભી થશે, જેનાથી વ્યવસાયો અને ઉદ્યોગોને દિલ્હીના ભીડભાડવાળા વિસ્તારોમાંથી બહાર શિફટ થવામાં મદદ મળશે.
આધુનિક સુવિધાઓઃ આ નવા ગ્રીનફિલ્ડ શહેરો ખાલી અથવા અવિકસિત જમીન પર બનાવવામાં આવશે અને તેમાં 'વોક-ટુ-વર્ક' (કોન્સેપ્ટ, કોર્પોરેટ હબ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થશે.
પ્રદૂષણ મુક્ત હરિયાળું વાતાવરણઃ આ સ્માર્ટ શહેરોનો વિકાસ પર્યાવરણને અનુકૂળ અને આધુનિક માપદંડો પર કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એનસીઆરમાં વસતી આગામી ૧૫ વર્ષમાં બમણી થઈને ૧૫ કરોડ સુધી પહોંચવાની અને ૨૦૪૧ સુધીમાં શહેર વસતી આશરે ૬૭ ટકા થવાનો અંદાજ છે. જેને લઈ નવા શહેર વસાવવાની જરૂરિયાત હોવાનું લાગતા નમો સિટી બનાવવાનો નિર્ણય લેવાયો હતો. રાજ્યોએ રીજનલ પ્લાનની દરેક બાબત પર ચર્ચા કરી અને કહ્યું કે, બે મહિના બાદ વધુ એક બેઠક થશે. જેમાં તેને અંતિમ રૂપ આપવામાં આવશે.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
