તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
રહસ્ય લોક : શું આપણું બ્રહ્માંડ ખરેખર વાસ્તવિક નથી?
જાણો નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિકોની ચોંકાવનારી નવીનતમ શોધ શું કહે છે ?

રાજકોટઃ અત્યાર સુધી આપણે માનતા હતા કે આ વિશ્વ એક નક્કર વાસ્તવિકતા છે. પરંતુ તાજેતરમાં ભૌતિકવિજ્ઞાનના ત્રણ મહાન વૈજ્ઞાનિકોને એ શોધ માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો, જેણે સાબિત કર્યું કે આ બ્રહ્માંડ વાસ્તવિક નથી! તેમણે સાબિત કર્યું કે બ્રહ્માંડના બે કણો ગમે તેટલા દૂર હોય, પણ તેઓ એકબીજા સાથે અદ્રશ્ય રીતે જોડાયેલા હોય છે. જો બ્રહ્માંડ એક ભૌતિક જગ્યા હોત, તો પ્રકાશથી વધુ ઝડપી કંઈ જ ન હોત. આ રહસ્યમય જોડાણ સિમ્યુલેશન થિયરીની સૌથી મોટી અને નક્કર સાબિતી છે.
અકિલાના વાચક ભાઈઓ, બહેનો અને વડીલોનું રહસ્યલોક ની આ રોમાંચક અને જ્ઞાનવર્ધક સફરમાં ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. છેલ્લા કેટલાક સમયથી આપણે સિમ્યુલેશન થિયરી વિશે જાણી રહ્યા છીએ, જે કહે છે કે આ આખું બ્રહ્માંડ એક અત્યાધુનિક કમ્પ્યુટર પ્રોગ્રામ છે. ઘણા લોકોને પ્રશ્ન થતો હશે કે શું આ માત્ર એક કલ્પના છે કે પછી તેની કોઈ વૈજ્ઞાનિક સાબિતી પણ છે? આજે આપણે એક એવા સત્ય પરથી પડદો ઉઠાવીશું, જેને વિજ્ઞાન જગતનો સૌથી મોટો એવોર્ડ નોબેલ પુરસ્કાર આપીને દુનિયાએ સ્વીકારી લીધું છે.
વર્ષો પહેલા મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનને એક વાતથી ખૂબ ડર લાગતો હતો. તેમણે જોયું કે બ્રહ્માંડમાં અમુક અતિસૂક્ષ્મ કણો એવા છે, જે એકબીજા સાથે અદ્રશ્ય રીતે જોડાયેલા રહે છે. વિજ્ઞાનની ભાષામાં આને ક્વોન્ટમ એન્ટેન્ગલમેન્ટ કહેવાય છે. સરળ ભાષામાં સમજીએ તો, ધારો કે એક કણ પૃથ્વી પર છે અને બીજો કણ લાખો કિલોમીટર દૂર મંગળ ગ્રહ પર છે. વૈજ્ઞાનિકો જ્યારે પૃથ્વી પરના કણને ડાબી બાજુ ફેરવે છે, ત્યારે એ જ સેકન્ડે મંગળ ગ્રહ પર રહેલો બીજો કણ આપોઆપ જમણી બાજુ ફરી જાય છે !
આઇન્સ્ટાઇન આ જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. તેમનો નિયમ હતો કે આ બ્રહ્માંડમાં કોઈ પણ વસ્તુ કે માહિતી પ્રકાશની ઝડપ કરતા વધુ ઝડપથી મુસાફરી કરી શકે જ નહીં. તો પછી પૃથ્વી પરના કણને ફેરવતાની સાથે જ, મંગળ ગ્રહ પરના કણને કેવી રીતે ખબર પડી ગઈ કે મારે ફરવાનું છે? આ માહિતી લાખો કિલોમીટરનું અંતર શૂન્ય સેકન્ડમાં કેવી રીતે કાપી ગઈ ? આઇન્સ્ટાઇને તેને દૂરથી થતો ભૂતિયા જાદુ કહીને નકારી કાઢ્યો હતો.
પરંતુ, થોડા સમય પહેલાં જ ત્રણ વૈજ્ઞાનિકોને વર્ષ ૨૦૨૨નો નોબેલ પુરસ્કાર એ વાત સાબિત કરવા માટે આપવામાં આવ્યો કે આ જાદુ સાચો છે અને આઇન્સ્ટાઇન ખોટા હતા !
આ ત્રણેય વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં સાબિત કરી દીધું કે કણો વચ્ચે માહિતીની આપ-લે પ્રકાશ કરતા પણ વધુ ઝડપથી, એટલે કે તરત જ થાય છે. આનો સીધો અર્થ એ થયો કે આ બ્રહ્માંડ ભૌતિક રીતે વાસ્તવિક છે જ નહીં.
જો બ્રહ્માંડ કોઈ જમીન કે આકાશ હોત, તો અંતર કાપવામાં સમય લાગત. પરંતુ જો આખું બ્રહ્માંડ માત્ર એક કમ્પ્યુટર પ્રોગ્રામ (સિમ્યુલેશન) હોય, તો જ આ શક્ય છે. કમ્પ્યુટરની સ્ક્રીન પર બે વસ્તુઓ ભલે ગમે તેટલી દૂર દેખાતી હોય, પણ પ્રોગ્રામના સોફટવેરમાં (મૂળ કોડમાં) બંને એક જ જગ્યાએ હોય છે. આથી એકમાં ફેરફાર કરો, એટલે બીજું તરત જ બદલાઈ જાય છે. આપણી ચેતના અને આત્મા પણ બરાબર આ જ રીતે અદ્રશ્ય નેટવર્કથી જોડાયેલા છે.
આ મહાન શોધ સાબિત કરે છે કે અંતર, સમય અને જગ્યા આ બધું જ માત્ર આપણા મગજને બતાવવામાં આવતો એક ભ્રમ છે. વાસ્તવમાં આખું બ્રહ્માંડ એક જ બિદુમાં, એક જ સોફટવેરમાં ગુલાબની પાંખડીઓની જેમ જોડાયેલું છે !
વર્ષ ૨૦૨૨ ના નોબેલ પુરસ્કાર વિજેતા ત્રણેય મહાન વૈજ્ઞાનિકોનો રસપ્રદ પરિચય
૧. વૈજ્ઞાનિક એલેન આસ્પેક્ટ (દેશઃ ફ્રાન્સ)
ફ્રાન્સના એક નાના શહેરમાં જન્મેલા એલેન આસ્પેક્ટ અત્યંત શાંત અને સમર્પિત વૈજ્ઞાનિક છે. તેમના પત્નીનું નામ એની છે અને તેઓ બે બાળકોના પિતા છે. તેઓ વિજ્ઞાન સિવાય પ્રકૃતિ અને ફ્રેન્ચ સંસ્કૃતિના પણ મોટા ચાહક છે. શોધ કાર્યઃ જ્યારે દુનિયામાં ચર્ચા ચાલતી હતી કે બે કણો વચ્ચે કોઈ અદ્રશ્ય બીવાયર છુપાયેલો હશે, ત્યારે એલેન આસ્પેક્ટે પોતાના અદભુત પ્રયોગો દ્વારા સાબિત કર્યું કે તેમની વચ્ચે કોઈ જ વાયર નથી. કણો માત્ર કુદરતી જાદુ (ક્વોન્ટમ નિયમો) થી જ જોડાયેલા છે. તેમણે જ આઇન્સ્ટાઇનના સિદ્ધાંતને પ્રયોગશાળામાં ખોટો સાબિત કરીને ક્વોન્ટમ ફિઝિક્સનો પાયો નાખ્યો હતો.
૨. વૈજ્ઞાનિક જોહન એફ઼ ક્લોઝર (દેશઃ અમેરિકા)
અમેરિકાના કેલિફોર્નિયામાં જન્મેલા જોહન ક્લોઝરને વિજ્ઞાન વારસામાં મળ્યું છે. તેમના પિતા પણ એક પ્રખ્યાત એરોનોટિકલ (વિમાન ઉડ્ડયન) એન્જાિનિયર અને પ્રોફેસર હતા. જોહન વિજ્ઞાનની સાથે સાથે દરિયાઈ સફરના પણ ભારે શોખીન છે. તેમના પરિવારમાં તેમને એક પુત્ર છે. શોધ કાર્યઃ જ્યારે લોકો ક્વોન્ટમ એન્ટેન્ગલમેન્ટને માત્ર એક કાગળ પરની કલ્પના માનતા હતા, ત્યારે જોહન ક્લોઝરે દુનિયાનું સૌથી પહેલું એવું મશીન બનાવ્યું જેણે આ અદ્રશ્ય રીતે જોડાયેલા કણોને પ્રત્યક્ષ રીતે પકડી પાડ્યા. તેમના આ પ્રયોગે જ દુનિયાને પહેલીવાર દેખાડ્યું કે બ્રહ્માંડ આપણે ધારીએ છીએ તેના કરતા ઘણું વધારે માયાવી છે.
૩. વૈજ્ઞાનિક એન્ટોન ઝાઈલિગર (દેશઃ ઓસ્ટ્રિયા)
ઓસ્ટ્રિયા દેશમાં જન્મેલા એન્ટોન ઝાઈલિગર હસમુખા અને લોકપ્રિય વૈજ્ઞાનિક છે. તેમના પત્નીનું નામ એલિઝાબેથ છે અને તેમનો પરિવાર ત્રણ બાળકોથી ભરેલો-પૂરો છે. વિજ્ઞાન જગતમાં તેઓ એટલા પ્રખ્યાત છે કે સાથી વૈજ્ઞાનિકો તેમને પ્રેમથી મિસ્ટર બીમ' કહીને બોલાવે છે. શોધ કાર્યઃ તેમણે વિજ્ઞાનની દુનિયામાં સૌથી મોટો ચમત્કાર કરી બતાવ્યો છે. તેમણે માહિતીને માત્ર અદ્રશ્ય રીતે જોડી જ નહીં, પણ તેને 'ટેલિપોર્ટ' કરી બતાવી! એટલે કે એક કણની માહિતીને એક જગ્યાએથી સંપૂર્ણ અદ્રશ્ય કરીને, તેને બીજી જગ્યાએ ફરીથી પ્રગટ કરી દીધી. તેમની આ જ શોધના આધારે ભવિષ્યમાં અત્યંત શક્તિશાળી અને ક્યારેય હેક ન થઈ શકે તેવા ક્વોન્ટમ કમ્પ્યુટર અને ઇન્ટરનેટ બનવા જઈ રહ્યા છે.
ક્વોન્ટમ એન્ટેન્ગલમેન્ટનો જાદુઃ બે કણો વચ્ચેનું અંતર ભલે લાખો કિલોમીટર હોય, પણ એકમાં ફેરફાર કરતા બીજો કણ તરત જ બદલાઈ જાય છે
આઇન્સ્ટાઇનનો ડર અને ભૂતિયા જાદુ
આઇન્સ્ટાઇને આ ઘટનાને દૂરથી થતો ભૂતિયા જાદુ નામ આપ્યું હતું. તેઓ માનતા હતા કે આવું શક્ય જ નથી, કારણ કે જો આ સાચું પડે તો તેમના ભૌતિકવિજ્ઞાનના તમામ નિયમો ખોટા સાબિત થઈ જાય. પણ આધુનિક વિજ્ઞાને અંતે સાબિત કરી દીધું કે કુદરત કોઈ નિયમોને આધીન નથી.
બ્રહ્માંડમાં અંતર માત્ર એક ભ્રમ છે
જેમ વિડીયો ગેમમાં ખેલાડીને એવું લાગે છે કે તે મીલો દૂર મુસાફરી કરી રહ્યો છે, પણ હકીકતમાં તે માત્ર કમ્પ્યુટરની નાનકડી હાર્ડ ડિસ્કમાં જ ઘૂમતો હોય છે. તેવી જ રીતે ક્વોન્ટમ એન્ટેન્ગલમેન્ટ સાબિત કરે છે કે આ બ્રહ્માંડમાં કોઈ અંતર છે જ નહીં, બધું એક જ અદ્રશ્ય નેટવર્કમાં છે.
આત્માઓનું અદ્રશ્ય જોડાણ
ટેલિપથી અથવા કોઈ સ્વજનની મુશ્કેલીનો હજારો કિલોમીટર દૂર બેઠા બેઠા અહેસાસ થવો, તે પણ આ જ સિદ્ધાંત છે. જ્યારે બે વ્યક્તિઓની ચેતના (ઊર્જા) એકબીજા સાથે જોડાયેલી
આધુનિક વિજ્ઞાનનો નવો દાવોઃ બ્રહ્માંડ કોઈ ભૌતિક જગ્યા નથી, પણ એક વિશાળ સિમ્યુલેશન છે, જ્યાં બે વસ્તુઓ વચ્ચેનું અંતર માત્ર એક ભ્રમ છે
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
