News of Thursday, 30th April 2026
ભારતનો વોન્ટેડ અને મસૂદ અઝહરનો વિશ્વાસુ કમાન્ડર સલમાન અઝહરનું રહસ્યમય મોત : અજાણ્યા વાહને કચડી નાખ્યો
આ કોઈ સાદો અકસ્માત હતો કે પછી કોઈ 'અદ્રશ્ય શક્તિ'નું ઓપરેશન? પાકિસ્તાનમાં ચાલી રહેલા આ આતંકવાદીઓના સફાયા પાછળ કોણ છે ?

પાકિસ્તાનમાં આશ્રય લઈ રહેલા ભારત વિરોધી આતંકવાદીઓ માટે 'અજ્ઞાત હુમલાખોરો' કાળ સાબિત થઈ રહ્યા છે.જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર ના અત્યંત વિશ્વાસુ અને ટોચના કમાન્ડર મૌલાના સલમાન અઝહરનું પાકિસ્તાનના બહાવલપુરમાં રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. પ્રાથમિક અહેવાલો મુજબ, એક અજાણ્યા વાહને તેને જોરદાર ટક્કર મારી હતી, જે એક સુનિયોજિત 'ટાર્ગેટ કિલિંગ' હોવાની આશંકા સેવાઈ રહી છે.
આ ઘટના જૈશના ગઢ ગણાતા પંજાબ પ્રાંતના બહાવલપુરમાં બની હતી. સલમાન અઝહર જ્યારે રસ્તા પર હતો, ત્યારે એક પૂરપાટ ઝડપે આવતા વાહને તેને કચડી નાખ્યો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. નોંધનીય છે કે હુમલાખોર ડ્રાઈવર વાહન લઈને ફરાર થઈ ગયો છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI આ ઘટનાને સામાન્ય અકસ્માત ગણાવી રહી છે, પરંતુ જે પ્રકારે ચોકસાઈથી આ ઓપરેશન પાર પડાયું છે તે કંઈક અલગ જ ઈશારો કરે છે.
સલમાન અઝહર માત્ર કમાન્ડર જ નહીં, પરંતુ મસૂદ અઝહરનો જમણો હાથ (Right Hand) માનવામાં આવતો હતો. તે સંગઠનના વ્યૂહાત્મક નિર્ણયો લેવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો. ભારત વિરોધી આતંકવાદી કાવતરાં ઘડવા, નવા યુવાનોની ભરતી કરવી અને આતંક ફેલાવવા માટે ફંડિંગ એકત્ર કરવામાં તે માહિર હતો. તેના મૃત્યુથી જૈશના આંતરિક માળખાને મોટો ફટકો પડ્યો છે.
છેલ્લા દોઢ વર્ષથી પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા (LeT), હિઝબુલ મુજાહિદ્દીન અને જૈશના અનેક વોન્ટેડ આતંકવાદીઓ રહસ્યમય રીતે માર્યા ગયા છે. બહાવલપુર જેવા હાઈ-સિક્યુરિટી ઝોનમાં આ પ્રકારની ઘટના બનતા હવે પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓ અને તેમના માસ્ટરમાઇન્ડ્સમાં ભારે ગભરાટ ફેલાયો છે. 'અજ્ઞાત શખ્સો' નો આ ડર હવે આતંકના આકાઓને ઊંઘવા દેતો નથી
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
