<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

હાથમાં દીવો લઈને ઘૂંટણિયે ચાલીને હનુમાન મંદિર પહોંચ્‍યો મુસ્‍લિમ

 

નવી દિલ્‍હી,તા.૨૫: દિલ્‍હીના કોનોટ પ્‍લેસ વિસ્‍તારમાં આવેલા પંચમુખી હનુમાન મંદિરનો એક વિડિયો સોશ્‍યલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. એમાં હનુમાનજીના પરમભક્‍ત એવા મુસ્‍લિમભાઈ એક હાથમાં દીવો લઈને ઘૂંટણિયે ચાલીને મંદિરનાં પગથિયાં ચડતા દેખાય છે. મંદિર પરિસરમાં હાજર અન્‍ય શ્રદ્ધાળુઓ તેનો હાથ પકડીને સહારો આપતા જોવા મળે છે. કોઈ એના માટે રસ્‍તો સાફ કરે છે. સાંપ્રદાયિક સૌહાર્દ અને સામાજિક સદભાવના સંદેશ સમાન આ વિડિયો ક્‍લિપને બહુ સરાહના મળી છે.

(3:42 PM IST)