<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

સાળીના મોહમાં સાઢૂની હત્‍યાઃ પેટમાં ચાકૂ મારી બનેવી છનન

મધ્‍ય પ્રદેશના નરસિહપુર જિલ્‍લામાં સંબંધોને લજવતો એક કિસ્‍સો સામે આવ્‍યો

નરસિંહપુર તા.૧૮: મધ્‍ય પ્રદેશના નરસિહપુર જિલ્‍લામાં સંબંધોને લજવતો એક કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં એક યુવકની ચાકૂ મારીને હત્‍યા કરી નાખી હતી. પોલીસે આ કેસમાં તેના સંબંધમાં થતાં બનેવીની ધરપકડ કરી છે. હત્‍યા પાછળ મૃતકની પત્‍ની અને આરોપી વીરેન્‍દ્રની વચ્‍ચે પ્રેમ સંબંધ સામે આવ્‍યો છે.

ડોંગરગાંવ પોલીસ અનુસાર, મૃતકની પત્‍ની અને તેના બનેવી વીરેન્‍દ્ર વચ્‍ચે પ્રેમ સંબંધ હતો. લગભગ સાત મહિના પહેલા મહિલા વીરેન્‍દ્ર સાથે જતી રહી હતી. જો કે બાદમાં બાળકોના કારણે તે પાછી પોતાના પતિ પાસે આવી ગઈ હતી. પોલીસના જણાવ્‍યા અનુસાર, આ વાતને લઈ વીરેન્‍દ્ર નારાજ હતો અને તેણે સાઢૂની હત્‍યા કરવાનો પ્‍લાન બનાવ્‍યો.

પોલીસના જણાવ્‍યા અનુસાર, આરોપીએ મૃતકને તેની સોનાની ચેન અને મંગળસૂત્ર પાછી અપાવવાના બહાને એનટીપીસી પાસે બોલાવ્‍યો. ત્‍યાંથી આરોપી તેને બાઈક પર બેસાડીને લઈ ગયો. પોલીસનો દાવો છે કે ત્‍યાર બાદ વીરેન્‍દ્રએ એક સગીર સાથે મળીને યુવક પર ચાકૂથી હુમલો કરી દીધો.

હુમલા દરમ્‍યાન યુવક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. આરોપી મૃતકના પેટમાં ચાકૂ છોડ ઘટનાસ્‍થળેથી ફરાર થઈ ગયો. સૂચના મળતા પોલીસ ઘટનાસ્‍થળ પર પહોંચી અને લાશને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી દીધો.

ઘટના બાદ મૃતકના પરિવારમાં આક્રોશ ફેલાયો હતો. તેમણે આરોપીઓની ધરપકડ અને કડક સજાની માગ કરી હતી. પોલીસે આ મામલામાં વીરેન્‍દ્ર અને સગીરને અટકાયતમાં લઈ આગળની કાનૂની કાર્યવાહી શરુ કરી દીધી.

(9:55 AM IST)