તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
૨૫ હજાર કરોડનો ધુમાડો છતાં મુંબઇની દુર્ગતીઃ તંત્રના દાવાઓ પાણીમાં વહી ગયા
દર વર્ષે વરસાદમાં ડૂબતી મુંબઈની છબી બદલાતી નથીઃ બીએમસી અને સરકારના દાવાઓ વચ્ચે રસ્તાઓ નદી બન્યા છે અને ટ્રેન સેવાઓ ઠપ છે શું આ સિસ્ટમમાં રહેલા ભ્રષ્ટાચારનું પરિણામ છે કે ક્લાઈમેટ ચેન્જનો માર?

મુંબઈ તા.૭: મુંબઈમાં ચોમાસાએ આફતનું સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદને કારણે મુંબઈ, પુણે અને પાલઘર સહિતના વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગે મુંબઈ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેના પગલે શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે. આ તમામ સમસ્યામાં તંત્રની નિષ્ફળતા છતી થઈ રહી છે. ૨૫ હજાર કરોડ રૂપિયાના બજેટ છતાં શહેરની આ દુર્દશાએ તંત્રના કામકાજ અને આયોજન સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. નોંધનીય છે કે, ભારે વરસાદમાં અત્યાર સુધીમાં ૧૩ લોકોએ જીવ ગુમાવ્યા છે.
ઠેર-ઠેર જળબંબાકાર અને લેન્ડસ્લાઈડને કારણે ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. વર્ષોથી મુંબઈને વરસાદી સમસ્યામાંથી મુક્તિ અપાવવાના વાયદાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. ૬૬૯૫ કરોડના મિસિગ લિક પ્રોજેક્ટમાં લેન્ડસ્લાઈડથી લઈને માનખુર્દમાં થયેલી જાનહાનિ સુધી, સમગ્ર વહીવટીતંત્રના મૌન પર સવાલો ઉભા થઈ રહ્યા છે.
મુંબઈના ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ટ્રેનની પાટાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ છે. એક્સપ્રેસવે પર વરસાદનો કહેર જોવા મળ્યો છે. દર વર્ષની જેમ આ વખતે પણ મુંબઈ ડૂબતા તંત્રના દાવાઓ ખોખલા સાબિત થયા છે. મુંબઈને વરસાદથી બચાવવા માટે ૨૫ હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. આટલી મોટી રકમ ખર્ચાયા બાદ પણ મુંબઈ પાણીમાં ડૂબી ગયું છે. વિપક્ષ આ સ્થિતિ માટે બીએમસી અને મહારાષ્ટ્ર સરકારને જવાબદાર ગણાવી રહ્યો છે.
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર લેન્ડસ્લાઈડની ઘટના બની છે. મિસિગ લિક પર આવેલી ટનલ બંધ કરવી પડી છે. મોટા પથ્થરો રસ્તા પર પડતા આખો હાઈવે બ્લોક થઈ ગયો છે. ૬૬૯૫ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટને એન્જાિનિયરિગનો ઉત્કૃષ્ટ નમૂનો કહેવામાં આવતો હતો. લેન્ડસ્લાઈડે આ નિર્માણની ગુણવત્તા પર સવાલ ઉભા કર્યા છે. માનખુર્દમાં ચાલ તૂટી પડતા ૬ લોકોના મોત થયા છે. ફાયર બ્રિગેડ, એનડીઆરએફ અને પોલીસની ટીમોએ રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું છે. કાટમાળમાં લોખંડના માળખા હોવાથી બચાવ કામગીરી ખૂબ જ મુશ્કેલ બની રહી છે.
મુંબઈમાં પવનની ગતિ ૬૦ થી ૭૦ કિમી પ્રતિ કલાકની આસપાસ છે. છેલ્લા ૨૪ કલાકમાં જ ૫૨૩ ઝાડ ધરાશાયી થયા છે. છેલ્લા ૩ થી ૪ દિવસમાં ૧૩ લોકોના મોત નોંધાયા છે. મુંબઈમાં વાર્ષિક સરેરાશ ૨૨૦૦ થી ૨૫૦૦ મીમી વરસાદ થાય છે. વર્ષ ૨૦૦૫માં ૨૬ જુલાઈએ એક જ દિવસમાં ૯૪૪ મીમી વરસાદ નોંધાયો હતો. આજના સમયમાં ક્લાઈમેટ ચેન્જને કારણે એક કલાકમાં ૧૦૦ થી ૧૫૦ મીમી વરસાદ પડે છે. આટલા ટૂંકા સમયમાં પડેલો વરસાદ મુંબઈની ડ્રેનેજ સિસ્ટમને નિષ્ફળ બનાવે છે.
વરસાદનો સૌથી મોટો પ્રકોપ પાલઘર જિલ્લામાં જોવા મળી રહ્યો છે. વસઈ-વિરાર અને નાલાસોપારામાં બધું પાણીમાં ડૂબેલું છે. રેલવે ટ્રેક સમુદ્ર જેવા બની ગયા છે. લોનાવાલા-કર્જત સેક્શનમાં લેન્ડસ્લાઈડને કારણે ઘણી ટ્રેનો રદ થઈ છે અને અનેક રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. પાલઘરના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. હવામાન વિભાગે અહીં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. પુણે, ગોંદિયા અને રત્નાગિરી જિલ્લાઓમાં પણ સ્થિતિ ગંભીર છે. લોકોને અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
