<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

મુંબઈમાં ૮૦ ટકા ૭૫ ઈંચ વરસાદ પડી ગયો

ગયા વર્ષે ચોવીસ જુલાઈ સુધી મુંબઈમાં માત્ર ૫૦ ટકા વરસાદ પડયો હતો

 

મુંબઈ,તા.૨૫: ૨૩ જૂને મુંબઈમાં સાઉથ-વેસ્‍ટ મોન્‍સૂનના આગમન પછી શહેરમાં એવરેજ લગભગ ૮૦ ટકા વરસાદ નોંધાયો છે. સાંતાક્રુઝ હવામાન મથકમાં સીઝન દરમ્‍યાન અવરેજ ૨૩૧૯ મિલીમીટર વરસાદ નોંધાય છે. આ વખતે અત્‍યાર સુધીમાં એના ૮૦.૭૩ ટકા અથવા ૧૮૭૨.૧ મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્‍યારે કોલાબામાં અવરેજ ૧૫૫૬.૩ મિલીમીટર વરસાદ પડ્‍યો છે જે કુલ ૨૦૧૫ મિલીમીટરના ૭૪.૨૯ ટકા જેટલો છે.

ગયા વર્ષે આ જ દિવસ સુધીમાં મુંબઈમાં એના વાર્ષિક સરેરાશ વરસાદના માંડ ૫૦ ટકા વરસાદ પડ્‍યો હતો જેમાં સાંતાક્રુઝ અને કોલાબામાં અનુક્રમે ૪૯.૬૯ ટકા અને ૪૩.૦૫ ટકા વરસાદ નોંધાયો હતો. શુક્રવાર સુધીના મોસમી વરસાદથી કોલાબા વેધશાળામાં નોંધાયેલ ૩૮.૨ ટકા વધુ વરસાદ અને સાંતાક્રુઝમાં ૫૪.૮ ટકા વધુ વરસાદનો સંકેત મળે છે.

હવામાન ખાતાએ મુંબઈ, થાણે અને પાલઘર માટે શનિવાર માટે યલો અલર્ટ અને બાકીના દિવસ માટે ગ્રીન અલર્ટ જારી કર્યું છે. વળી આજે શનિવારે મુંબઈમાં પવનની ગતિ વધુ હોવાનો પણ સંકેત આપ્‍યો છે જેમાં ૫૦થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ક્‍યારેક ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.(૪૦.૯)

 

(10:02 AM IST)