તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th July 2026
ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે મુંબઈ પુણે એક્સપ્રેસવે બંને તરફથી સંપૂર્ણપણે બંધ: નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તાકીદ

મુંબઈ: ખરાબ હવામાન અને અતિભારે વરસાદને પગલે મુંબઈ અને પુણે વચ્ચેનો વાહનવ્યવહાર ભારે પ્રભાવિત થયો છે. હાઇવે પર ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ સર્જાતા સત્તાવાળાઓએ મુંબઈ પુણે એક્સપ્રેસવે પર બંને તરફનો ટ્રાફિક આગામી સૂચના ન મળે ત્યાં સુધી અટકાવી દીધો છે.
મુખ્ય એક્સપ્રેસવે ઉપરાંત માવલ અને તામ્હિની ઘાટ થઈને જતા વૈકલ્પિક માર્ગો પર પણ માઠી અસર પહોંચી છે.
વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પુણે અને મુંબઈ વચ્ચેની તમામ બિનજરૂરી મુસાફરી હાલ પૂરતી ટાળે. મુસાફરોને તેમની યાત્રા મુલતવી રાખવા અને જાહેર સલામતીના હિતમાં સરકારી એજન્સીઓ દ્વારા બહાર પાડવામાં આવતી ટ્રાફિક એડવાઇઝરીનું ચુસ્તપણે પાલન કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
