તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
મુંબઈ: જી એન્ટરટેઈનમેન્ટના રોકાણકારો માટે ખુશખબર, રૂ.૬૦૦ કરોડના શૅર બાયબેક અને રૂ.૯૧ ભાવની જાહેરાત
મીડિયા દિગ્ગજ કંપની ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝિસ લિમિટેડે રૂ.૬૦૦ કરોડના શૅર બાયબેકને આપી મંજૂરી અને નવેમ્બરની રેકોર્ડ તારીખ નક્કી કરી

મુંબઈ: મીડિયા ક્ષેત્રની દિગ્ગજ કંપની ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝિસ લિમિટેડ (ZEEL) દ્વારા પોતાના શેરધારકોને મોટો આર્થિક લાભ આપવા માટે રૂ.૬૦૦ કરોડના શૅર બાયબેકની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી શેરબજારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કંપનીના બોર્ડ દ્વારા ૧૨ નવેમ્બર ૨૦૨૬ના રોજ મળેલી બેઠકમાં આ પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો છે, જેમાં પ્રતિ શૅર રૂ.૯૧ નો ભાવ નક્કી કરાયો છે.
કંપની આ બાયબેક અંતર્ગત કુલ ૬.૫૯ કરોડ ઇક્વિટી શૅર પરત ખરીદશે, જે કંપનીની કુલ પેડ-અપ શૅર કેપિટલના લગભગ ૬.૮૬ ટકા જેટલા છે. આ સમગ્ર રકમ શેરધારકોને સીધી કેશમાં ચૂકવવામાં આવશે અને આ પ્રક્રિયા ટેન્રૂ.ડર ઑફર રૂટ દ્વારા પાર પાડવામાં આવશે. આ સાથે જ બોર્ડે આગામી ૨૫ નવેમ્બર ૨૦૨૬ના રોજ રેકોર્ડ ડેટ જાહેર કરી છે, જેથી તે તારીખ સુધીમાં શૅર ધરાવનાર રોકાણકારો જ આ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.
આ મહત્વપૂર્ણ નિર્ણય અંગે વાત કરતા કંપનીના ચેરમેન આર. ગોપાલાને જણાવ્યું હતું કે બોર્ડનું માનવું છે કે કંપનીની અસલી કિંમત તેના વર્તમાન બજારભાવમાં યોગ્ય રીતે પ્રતિબિંબિત થતી નથી. આ ઉપરાંત, કંપનીના સીઈઓ પુનિત ગોયન્કાએ ઉમેર્યું હતું કે કન્ટેન્ટ, ડિજિટલ પ્લેટફોર્મ અને ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા માટે લેવાયેલા પગલાં કંપનીની મજબૂત દીર્ઘકાલીન સંભાવનાઓ દર્શાવે છે.
આ બાયબેક પ્રક્રિયાના સંચાલન માટે એમકે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસીસને મેનેજર અથવા મર્ચન્ટ બેંકર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, અને પ્રોમોટર્સ દ્વારા આ બાયબેકમાં ભાગ ન લેવાની જાહેરાત કરાઈ હોવાથી નાના રોકાણકારો માટે નફાની તકો વધુ ઉજ્જવળ બની છે.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
