<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th May 2026

મુંબઈ ૨૦૪૭ સુધીમાં `સ્લમ ફ્રી` બનાવાશે : ૨૦૩૦ સુધીમાં લગભગ સાત લાખ પુનર્વસન ઘરો ઉમેરવા SRA નો લક્ષ્યાંક

સાત લાખ પુનર્વસન ઘરો ઉમેરવાનું અને ક્લસ્ટર પુનર્વિકાસ તેમજ મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટ્સ થકી લગભગ ૩૦૦ હેક્ટર ઓપન સ્પેસ બનાવવાનું આયોજન

મુંબઈમાં ૨૦૩૦ સુધીમાં લગભગ સાત લાખ પુનર્વસન ઘરો ઉમેરવાનું અને ક્લસ્ટર પુનર્વિકાસ તેમજ મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટ્સ થકી લગભગ ૩૦૦ હેક્ટર ઓપન સ્પેસ બનાવવાનું આયોજન છે

    નીતિ નિર્માતાઓએ જણાવ્યું છે કે દેશની દેશની આર્થિક રાજધાની મુંબઈ ૨૦૪૭ સુધીમાં `સ્લમ ફ્રી` બની શકે છે. મુંબઈમાં ૨૦૩૦ સુધીમાં લગભગ સાત લાખ પુનર્વસન ઘરો ઉમેરવાનું અને ક્લસ્ટર પુનર્વિકાસ તેમજ મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટ્સ થકી લગભગ ૩૦૦ હેક્ટર ઓપન સ્પેસ બનાવવાનું આયોજન છે. 

  તાજતેરમાં જ મુંબઈમાં આયોજિત મહારાષ્ટ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ક્લેવમાં આ રોડમેપ પર ચર્ચા કરવામાં આવી હતી. જ્યાં વરિષ્ઠ રાજકીય નેતાઓ અને સ્લમ પુનર્વસન સત્તામંડળના અધિકારીઓએ જણાવ્યું હતું કે સંકલિત પુનર્વિકાસ પ્રયાસો દ્વારા જમીન ખુલ્લી કરવી, કનેક્ટિવિટી સુધારવા અને શહેરના લાખો સ્લમ રહેવાસીઓને આધુનિક સુવિધાઓ સાથે કાયદેસર, પ્રતિષ્ઠિત આવાસ પૂરા પાડવાની અપેક્ષા રાખવામાં આવી છે. આ કોન્ક્લેવમાં શિવસેના સાંસદ ડૉ. શ્રીકાંત શિંદે, મુંબઈના પાલક મંત્રી આશિષ શેલાર અને SRAના CEO ડૉ. મહેન્દ્ર કલ્યાણકર ઉપસ્થિત રહ્યા હતા.  

આ કાર્યક્રમ માં ડૉ. કલ્યાણકરે જણાવ્યું હતું કે સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (SRA)નો ઉદ્દેશ્ય ૨૦૩૦ સુધીમાં લગભગ સાત લાખ પુનર્વસન આવાસ એકમો ઉમેરવાનો છે, જ્યારે ઓથોરિટીની રચના થયાના લગભગ અઢી દાયકામાં લગભગ ૨.૯ લાખ એકમો વિકસાવવામાં આવ્યા હતા. મુંબઈ માટે લાંબા ગાળાનું વિઝન રજૂ કરતાં ડૉ. કલ્યાણકરે જણાવ્યું હતું કે સતત ક્લસ્ટર રિડેવલપમેન્ટ અને એકત્ર આયોજન પ્રયાસો દ્વારા મુંબઈ ૨૦૪૭ સુધીમાં સ્લમ ફ્રી બની શકે છે.

ડૉ. શિંદેએ જણાવ્યું હતું કે શહેરમાં અમલમાં મુકાયેલ પુનર્વિકાસ મોડેલ સમાવેશક છે, જેનો હેતુ સ્લમવાસીઓને સુધારેલી સિવિક સુવિધાઓથી સજ્જ કાયદેસર ઘર પૂરા પાડવાનો છે. આયોજિત શહેરી પરિવર્તનના સ્કેલ પર પ્રકાશ પાડતા ડૉ. શિંદેએ જણાવ્યું હતું કે મુંબઈને પ્રોમેનેડ અને રેસકોર્સ જેવા વિકાસ પહેલ મોટા પાયે પ્રોજેક્ટ્સ દ્વારા લગભગ ૩૦૦ હેક્ટર ખુલ્લી જગ્યાઓ મળવાની અપેક્ષા છે.

ધારાવી)નો ઉલ્લેખ કરીને ડૉ. કલ્યાણકરે સ્વચ્છતાના ગંભીર પડકારો તરફ ધ્યાન દોર્યું હતું. કે જ્યાં કેટલાક વિસ્તારોમાં તો એક જ શૌચાલયનો ઉપયોગ લગભગ હજાર રહેવાસીઓ કરે છે. તેમણે કહ્યું કે ધારાવીમાં લગભગ 1.5 લાખ પુનર્વસન એકમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ ધારાવીના રહેવાસીઓની જીવનશૈલી સુધારી શકાય.

(6:06 PM IST)