તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
મુંબઈથી અમદાવાદ માત્ર ૯૦ મિનિટમાં: દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું ટ્રાયલ રન મે-જૂન ૨૦૨૭ માં શરૂ થશે
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત: વડોદરામાં પ્રોજેક્ટની પ્રગતિ રજૂ કરી: ૨ થી ૪ મહિનાના ટ્રાયલ બાદ PM મોદી ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હી : ભારતના બહુપ્રતિક્ષિત હાઇ-સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે એક મોટું સીમાચિહ્ન પાર કરી લીધું છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન મે અથવા જૂન ૨૦૨૭ માં પરીક્ષણ (ટ્રાયલ રન) માટે પાટા પર ઉતરશે. મુંબઈ-અમદાવાદ કોરિડોરના જે ભાગ પર બાંધકામ કાર્ય પૂર્ણતાના આરે છે ત્યાં આ ટ્રાયલ હાથ ધરાશે. ૨ થી ૪ મહિના સુધી ચાલનારા સફળ પરીક્ષણ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ સેવાને મુસાફરો માટે ખુલ્લી મુકાશે.
વડોદરા ખાતે આયોજિત "નમો ફોર વિકસિત ભારત" કાર્યક્રમમાં માહિતી આપતાં તેમણે જણાવ્યું કે, બુલેટ ટ્રેનની પ્રથમ બોડી ફ્રેમ તૈયાર થઈ ગઈ છે અને તેની માળખાકીય મજબૂતાઈ ચકાસવા માટે તેને સ્ક્વિઝ ટેસ્ટ માટે મોકલાઈ છે. આ પ્રોજેક્ટથી મુંબઈ અને ગુજરાત વચ્ચેનો મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટી જશે.
આ તબક્કાનું કામ આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. પ્રથમ તબક્કામાં સુરત-બિલીમોરા, બીજા તબક્કામાં વાપી-સુરત, ત્રીજા તબક્કામાં વાપી-અમદાવાદ, ચોથા તબક્કામાં અમદાવાદ-થાણે અને અંતિમ તબક્કામાં થાણે-મુંબઈ વિભાગ પૂર્ણ કરી સમગ્ર અમદાવાદ-મુંબઈ રૂટ કાર્યરત કરાશે.રેલવે નેટવર્કમાં ઓપરેટિંગ સિસ્ટમ, ટિકિટ રિઝર્વેશન અને બાંધકામ પ્રોટોકોલમાં વ્યાપક સુધારા કરાઈ રહ્યા છે. દેશભરમાં ૨૮૦ સ્ટેશનોનો પુનર્વિકાસ કરાયો છે, ૩૬,૦૦૦ કિલોમીટર નવા ટ્રેક નાખવામાં આવ્યા છે અને વંદે ભારત ટેકનોલોજી આધારિત કાર્ગો ટ્રેનો પર પણ કામ ચાલુ છે.
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
