<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

મુંબઈ : ગરબા રમતા ગુજરાતી યુવકનું કાર્ડિઆક એરેસ્‍ટથી મોત

મૂળ બગસરાના વતની અને ભાયંદરમાં રહેતા મીતને છાતીમાં દુખાવો થતા તે ઢળી પડ્‍યો હતો : હોસ્‍પિટલ પહોંચે તે પહેલા જ તેનું મૃત્‍યુ થયું હતું પરિવાર શોકમાં ગરકાવઃ મીતને કોઈ ગંભીર બીમારી નહોતી

મુંબઈ તા.૨૦: મુંબઈના મીરા રોડમાં નવરાત્રિ ઉત્‍સવ દરમિયાન ગરબા-દાંડિયા રમવા ગયેલા ૩૦ વર્ષીય યુવકનું ગરબા રમતા કાડયાક અરેસ્‍ટથી અચાનક મૃત્‍ય થયું હતું.

મૂળ સૌરાષ્ટ્રના બગસરાનો વતની અને ભાયંદર વેસ્‍ટમાં શિવસેના ગલીમાં પૂનમ એપાર્ટમેન્‍ટમાં રહેતા મીત રુપાડા ગત શનિવારે મીરા રોડમાં એક નવરાત્રિ ઉત્‍સવમાં દાંડિયા રમવા ગયો હતો ત્‍યારે તેને છાતીમાં અસહ્ય દુખાવો થયો હતો. થોડીવારમાં જ તે ઢળી પડયો હતો. તેને નજીકની હોસ્‍પિટલમાં ખસેડાયો હતો પરંતુ તેનો જીવ બચાવી  શકાયો ન હતો.

મીતના પાપ્‍પા રજનીકાંતભાઈએ ગુજરાત સમાચારને જણાવ્‍યું હતું કે, મીત શિવનો મોટો ભક્‍ત હતો અને અનેક સમાજ સેવાનું કામકાજ કરતો હતો. તેને સિઝનલ શરદી ક્‍યારેક થતી હતી. બાકી નખમાય રોગ નહતો. એ દિવસે સાંજે અમે નેવેદ્ય કરીને હું મંદિરે ગયો અને મીત ગરબા રમવા ગયો હતો. શનિવારે રાતના અમને અચાનક મારા ભાઈ, પાડોશીઓનો ફોન આવવા લાગ્‍યો કે મીત ક્‍યાં છે. અમે કહ્યું તે તો રમવા ગયો છે. પરંતુ અમને થોડી શંકા થઈ હતી. એ બાદમાં એક સંબંધીએ અમને હોસ્‍પિટલ બોલાવ્‍યા અને મીત વિશે જાણ કરી હતી. તેને રમતા રમતા ચક્કર આવ્‍યા અને નીચે પડી ગયો હતો. તેને અમારાથી ખુબ લાગણી અને પ્રેમ હોવાથી તે લગ્ન કરવા પણ ઇચ્‍છતો ન હતો. પરંતુ, અચાનક એ જ દીકરાને ગુમાવી દીધો છે.

ભાયંદર પોલીસ સ્‍ટેશનના સિનિયર ઈન્‍સ્‍પેક્‍ટર  જીતેન્‍દ્ર કાંબળેએ કહ્યું હતું કે મીતનું મૃત્‍યુ કાર્ડિઆર એરેસ્‍ટથી થયું છે.

(9:51 AM IST)