News of Saturday, 25th July 2026
હોર્મુઝની સામુદ્રધુનીમાં મોઝામ્બિકના એલપીજી ટેન્કર પર મિસાઈલ હુમલોઃ દિશા નામના જહાજ પર સવાર તમામ ૨૮ ભારતીય નાવિકોનો આબાદ બચાવ

નવી દિલ્હીઃ મધ્ય પૂર્વના અશાંત દરિયાઈ વિસ્તારમાં વધુ એક વ્યાપારી જહાજને નિશાન બનાવવામાં આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચિતા ફેલાઈ ગઈ છે. ઈરાનની જળસીમા નજીક હોર્મુઝની સામુદ્રધુનીમાં પસાર થઈ રહેલા એલપીજી ટેન્કર પર અજ્ઞાત સ્થળેથી મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો. મોઝામ્બિક દેશનો રાષ્ટ્રધ્વજ ધરાવતા દિશા નામના આ જહાજ પર શુક્રવારે અચાનક હુમલો થતા જહાજને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે ભારત માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે આ જહાજ પર ફરજ બજાવી રહેલા તમામ ૨૮ ભારતીય નાવિકોનો કોઈ પણ જાનહાનિ વિના આબાદ બચાવ થયો છે. તમામ ભારતીયો સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. હુમલાની માહિતી મળતા જ તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે તાત્કાલિક ધોરણે સક્રિય થઈને પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખવાનું શરૂ કરી દીધું છે. આ હુમલો કોણે અને કયા ઇરાદાથી કર્યો તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી પરંતુ આ ઘટનાથી વૈશ્વિક વેપાર માર્ગોની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
