તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
ગુરુગ્રામમાં જોવા મળ્યો હરતોફરતો ટ્રક-મંડપ, દોડતા મંડપમાં ફેરા લેતા દેખાયાં દુલ્હો-દુલ્હન

ગુરુગ્રામ,તા.૧૫: ભારતમાં અલગ રીતે લગ્ન કરવાનો ક્રેઝ જબરો છે. લગ્નના મંડપની સજાવટમાં પણ જાતજાતની થીમ વપરાય છે. જોકે ગુરુગ્રામમાં એક લગ્નમંડપ એવો રચાયો કે ઓપન ટ્રકમાં બનાવવામાં આવ્યો હતો. રોડ પર ધીમી ગતિએ જઈ રહેલી એક ટ્રકમાં સજીધજીને દુલ્હો-દુલ્હન અગ્નિની સાક્ષીએ વિધિ કરી રહ્યાં છે અને ગોરમહારાજ પણ છે. હરતીફરતી ટ્રકને ગુલાબ અને ગલગોટાથી સજાવવામાં આવી છે. હલકા ગુલાબી રંગના પડદા ચોતરફ લગાવેલા છે અને ટ્રકની અંદર જ લગ્નની ચોરી બનાવી દેવાઈ છે અને એ ધીમે-ધીમે રોડ પર ચાલી રહી છે. આસપાસમાંથી પસાર થતા લોકોએ આ ટ્રકનો વિડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો. હવે લગ્નના હોલનું ભાડું આસમાનને આંબી રહ્યું છે ત્યારે આ હરતીફરતી લગ્નની ચોરી બહુ સારો વિકલ્પ છે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
