<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

સંબંધોને શર્મસાર કરતી મામીઃ ભાણેજ સાથે અનૈતિક સંબંધમાં અડચણ બનતી સાસુને ખવડાવી ઝેરવાળી રોટલી!

ᅠᅠલખનઉમાં સંબંધો થયા શર્મસાર...કાકોરીથી એક ઘૃણાસ્‍પદ ઘટના ઘટીઃ અનૈતિક સંબંધમાં અંધ મામીએ મર્યાદા ઓળંગી : પુત્રવધૂએ સાસુને ‘કડવી રોટલી' ખવડાવી હત્‍યા કરી!એક 'રોટલી' એ ખોલી દીધો મામી-ભાણેજનો ખેલ

લખનઉ,તા.૧૩: સમાજમાં જ્‍યારે લોહીના સંબંધો જ દુશ્‍મન બની જાય, ત્‍યારે માનવતા પરથી વિશ્વાસ ઉઠી જાય છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક એવી જ હૃદયદ્રાવક ઘટના બની છે, જેણે પવિત્ર ગણાતા સંબંધોને કલંકિત કર્યા છે. એક પરિણીત મહિલાએ પોતાના જ સગા ભાણેજ સાથેના અનૈતિક પ્રેમમાં અંધ બનીને મર્યાદાની તમામ હદો વટાવી દીધી છે. પ્રેમી સાથે રહેવાના રસ્‍તામાં અડચણરૂપ બનતી સાસુને હટાવવા માટે આ મહિલાએ જે ક્રૂર માર્ગ અપનાવ્‍યો, તે સાંભળીને કોઈપણ વ્‍યક્‍તિ સ્‍તબ્‍ધ થઈ જશે. રસોઈમાં ઝેર ભેળવીને આચરવામાં આવેલા આ ઠંડા કલેજાના મર્ડર પ્‍લાને સમગ્ર વિસ્‍તારમાં ચકચાર મચાવી દીધી છે.

આ સનસનીખેજ મામલાની વિગત મુજબ, આરોપી મહિલા શાલિનીને તેના જ સગા ભાણેજ કરણ સાથે પ્રેમ સંબંધો બંધાયા હતા. કરણ થોડા સમય પહેલા જ ઇરાકથી પરત ફર્યો હતો, ત્‍યારબાદ બંને વચ્‍ચેની નિકટતા વધતી ગઈ હતી. સાસુ શાંતિ દેવીને જ્‍યારે આ વાતની જાણ થઈ ત્‍યારે તેમણે આ અનૈતિક સંબંધોનો સખત વિરોધ કર્યો હતો. સાસુના આ વિરોધથી કંટાળીને અને પ્રેમી સાથે રહેવાના રસ્‍તામાં સાસુને અડચણરૂપ માનીને શાલિનીએ ભાણેજ સાથે મળીને સાસુને રસ્‍તામાંથી હટાવવાની ખતરનાક યોજના ઘડી કાઢી હતી.

હત્‍યાના ૧૦ દિવસ પહેલા પણ શાલિનીએ સાસુને ચામાં ઝેર આપીને મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે સાસુ બચી ગયા હતા. જોકે, બીજી વાર શાલિનીએ વધુ ઘાતક પ્‍લાન બનાવ્‍યો હતો. તેણે રસોઈ બનાવતી વખતે લોટમાં કીટનાશક પાવડર ભેળવી દીધો હતો. ૫ એપ્રિલના રોજ જ્‍યારે શાંતિ દેવીએ આ ઝેરી રોટલી ખાધી ત્‍યારે તેમને રોટલી કડવી લાગી હતી, પરંતુ એક રોટલી ખાધા પછી જ તેમની તબિયત લથડવા લાગી અને ઉલટીઓ શરૂ થઈ ગઈ હતી. હોસ્‍પિટલ લઈ જતા દરમિયાન ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્‍યુ થયું હતું.

શરૂઆતમાં પરિવારે આ મૃત્‍યુને કુદરતી ગણીને મૃતદેહને દફનાવી દીધો હતો, પરંતુ ઘરમાંથી શંકાસ્‍પદ રીતે વીંટાળેલી રોટલી મળી આવતા પરિવારજનોને વહેમ પડ્‍યો હતો. પોલીસ તપાસ અને પંચાયતની પૂછપરછ દરમિયાન શાલિની વારંવાર પોતાના નિવેદનો બદલી રહી હતી. આખરે કડક પૂછપરછમાં તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. આ ઘટના બાદ પોલીસે વહીવટી તંત્રની મંજૂરી લઈને સાસુના મૃતદેહને કબ્રસ્‍તાનમાંથી બહાર કઢાવ્‍યો હતો અને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપ્‍યો હતો.

આ સમગ્ર મામલે પヘમિ લખનૌના ડીસીપીએ જણાવ્‍યું છે કે, મૃતકના પુત્ર મનોજ રાવતની ફરિયાદના આધારે શાલિની અને તેના પ્રેમી કરણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે, જ્‍યારે ફરાર પ્રેમી ભાણેજ કરણને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ કિસ્‍સાએ સામાજિક મર્યાદાઓ અને સંબંધોની પવિત્રતા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

(9:53 AM IST)