<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

ગોંડલ નજીક બસ પલ્‍ટી જતા સાસુ-વહુના મોતઃ રપ ને ઇજા

ગોંડલના વોરા કોટડા રોડ ઉપર રહેતા મહિલાઓ બગદાણા સહિત ધાર્મિક પ્રવાસેથી પરત ફરી રહયા ત્‍યારે વોરાકોટડા રોડ ઉપર જ દુર્ઘટના સર્જાઇ

 

ગોંડલ : તસ્‍વીરમાં પલ્‍ટી ખાઇ ગયેલ બસ, મૃતક સાસુ-વહુ, ઇજાગ્રસ્‍તો તથા ઘટના સ્‍થળ નજરે પડે છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ) (૪.૫)

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા., રપ :  ગોંડલનાં બાંદરા અને વોરાકોટડા રોડ ઉપર વહેલી સવારે પાંચ કલાકે બગદાણા થી ગોંડલ આવી રહેલી જીજે ૧૮ યુ ૯૯૮૫ નંબર ની લકઝરી બસ રોડ પર થી પલટી ખાઇ જતા સર્જાયેલ અકસ્‍માતમાં વોરાકોટડા રોડ પર રહેતા સાસુ-વહુનું ઘટના સ્‍થળે મોત નિપજ્‍યા હતા.જ્‍યારે પચ્‍ચીસ પ્રવાસીઓ ઇજાગ્રસ્‍ત થયા હતા.

બનાવ નાં પગલે દોડી આવેલી તાલુકા પોલીસે બસ નાં ડ્રાઇવર ની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી.મળતક તથા ઇજાગ્રસ્‍તોને ઇમર્જન્‍સી ૧૦૮ મારફત તુરંત ગોંડલ ખસેડાયા હતા.

પ્રાપ્ત વિગત મુજબ પવિત્ર અધીક માસ ચાલતો હોય ગોંડલનાં વોરાકોટડા રોડ પર નાં રહેણાંક વિસ્‍તારની મહીલાઓ બગદાણા સહિત ધાર્મિક સ્‍થળોનાં પ્રવાસે લકઝરી બસ બાંધી ગઈ હતી.

પરત ફરતી વેળા વહેલી સવારનાં પાંચ નાં સુમારે બાંદરા વોરાકોટડા સિંગલપટ્ટી  રોડ ઉપર સામેથી ટ્રક આવતો હોય તેને સાઇડ આપવા બસ ડ્રાઇવરે બસને  રિવર્સમાં લેતા બસ રોડ પર થી નીચે ઉતરી જઇ ધડાકાભેર પલટી મારી જતા મીંઠી નિંદ્રા માણી રહેલી પ્રવાસી મહીલાઓ હેબતાઈ ગઈ હતી.અને મરણ ચીસોથી વિસ્‍તાર ગાજી ઉઠ્‍યો હતો.

અકસ્‍માત માં વોરાકોટડા રોડ રામજી મંદિર પાસે રહેતા શાંતાબેન પુનાભાઇ મકવાણા ઉ.૭૨ તથા સવિતાબેન રસિકભાઈ મકવાણા ઉ.૫૦નું  ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્‍થળે મોત નિપજ્‍યા હતા.જ્‍યારે પચ્‍ચીસ જેટલા પ્રવાસીઓ ઇજાગ્રસ્‍ત થતા તમામને ગોંડલ સરકારી હોસ્‍પિટલ ખસેડાયા હતા.

અકસ્‍માતમાં મોત ને ભેટેલા શાંતાબેન તથા સવિતાબેન સાસુ-વહુ થાય છે. સવિતાબેનનાં પતિ રસિકભાઈ મમરાનાં કારખાનામાં કામ કરેછે. સંતાનમાં ત્રણ દિકરા તથા એક દિકરી હોવાનું જાણવા મળેલ હતું.

બસ અકસ્‍માતમાં ઇજાગ્રસ્‍તોમાં રેખાબેન સંજયભાઈ સાવલીયા ઉ.૪૧, કાજલબેન જેનીશભાઇ-૨૪,મનીષભાઈ મારડીયા-૫૨, નિમબેન મનિષભાઈ-૫૦,કંચનબેન જેરામભાઇ સખીયા-૬૦,માનશીબેન જયદીપભાઈ-૨૬, મનિષાબેન સિંઘવ-૪૪,શામજીભાઈ સાવલીયા-૭૫,ગૌરીબેન ગોરધનભાઈ-૬૦,નરોતમભાઇ હરીયાણી-૭૦,જયાબેન કાંતિભાઈ ઠુંમર-૬૨,કવિતાબેન કિશોરભાઈ-૬૦,હરસિધ્‍ધાબેન-૩૫,કમળાબેન કાપડીયા-૬૫,મંજુલાબેન ઝાલા-૬૦,ભાવનાબેન પોકર-૫૫, નિર્મળાબેન મારડીયા-૬૦, હરસુખભાઇ મારડીયા-૬૭,લધુભાઇ બતાળા-૫૫,લક્ષ્મીબેન લધુભાઇ-૪૮,હાર્વી દિનેશભાઈ ગોંડલીયા-૧૯,ભરતભાઈ ઝાલા-૭૦,સોનલબેન દિલીપભાઈ-૨૮, જોશનાબેન કોશીયા-૬૦ તથા જેરામભાઇ ગોવિંદભાઈ સખીયા-૬૦નો સમાવેશ થાય છે.

ઇજાગ્રસ્‍તો પૈકી કેટલાક ડો.વાડોદરીયા તથા કૃષ્‍ના હોસ્‍પિટલ માં સારવાર માટે ખસેડાયા હતા.

બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:51 AM IST)