<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

દુનિયાનું સૌથી મોંઘું દૂધઃ એક લીટરની કિંમત ૨૦ લાખ રૂપિયા

શું તમને ખબર છે કે દુનિયાનું સૌથી મોંઘું દૂધ કયા પ્રાણીનું છે? ઘણા લોકોને લાગે છે કે સિંહણ કે વાઘણનું દૂધ સૌથી મોંઘું હશે. પણ હકીકતમાં, ઉંદરનું દૂધ દુનિયાનું સૌથી મોંઘું દૂધ છે

નવી દિલ્‍હી તા.૧૩: દુનિયામાં ઘણી અનોખી અને મોંઘી વસ્‍તુઓ છે, પણ દૂધની વાત આવે ત્‍યારે સામાન્‍ય રીતે આપણે ગાય, ભેંસ કે બકરીનું દૂધ યાદ કરીએ છીએ. પણ શું તમે જાણો છો કે દુનિયાનો સૌથી મોંઘું દૂધ એક નાનકડા પ્રાણીનું છે? હા, ઉંદરનું દૂધ દુનિયામાં સૌથી મોંઘું માનવામાં આવે છે. તેની કિંમત ૨૦ લાખ રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી જાય છે. આ સાંભળીને નવાઈ લાગી ને? મોટાભાગના લોકો માને છે કે સિહણ કે વાઘણનું દૂધ સૌથી મોંઘું હશે, પણ હકીકત એ છે કે ઉંદરનું દૂધ ખૂબ જ દુર્લભ છે અને તેને કાઢવું પણ બહુ મુશ્‍કેલ છે.

આ દૂધ ખૂબ જ દુર્લભ છે - વૈજ્ઞાનિકોના જણાવ્‍યા અનુસાર, ૧ લીટર ઉંદરનું દૂધ એકઠું કરવા માટે લગભગ ૪૦૦૦ ઉંદરનું દૂધ કાઢવું પડે છે. એક ઉંદરમાંથી એક સમયે માત્ર અડધી ચમચી કે તેનાથી પણ ઓછું દૂધ મળે છે. કારણ કે ઉંદર ખૂબ નાનકડું પ્રાણી છે, તેથી તેનું દૂધ ઉત્‍પાદન પણ બહુ ઓછું હોય છે. માદા ઉંદર તેના બાળકોને દૂધ પીવડાવે છે, પણ વૈજ્ઞાનિકો લેબોરેટરીમાં ખાસ મશીનોની મદદથી દૂધ કાઢે છે. આ પ્રક્રિયા સમય માંગી લે તેવી, મહેનતભરી અને મોંઘી છે. એટલે જ તેના દૂધની કિમત આસમાને છે.

કેમ ખાસ છે ઉંદરનું દૂધ - આ દૂધમાં ખાસ પોષક તત્‍વો હોય છે, જે માનવ આરોગ્‍ય અને મેડિકલ રિસર્ચ માટે ખૂબ ઉપયોગી છે. તેમાં હાઈ પ્રોટીન, એન્‍ટીબોડી અને અન્‍ય ઘટકો હોય છે, જે કેન્‍સર રિસર્ચ, ઇમ્‍યુનિટી સ્‍ટડી અને દવાઓના વિકાસમાં મદદરૂપ થાય છે. એટલે જ ફાર્માસ્‍યુટિકલ કંપનીઓ અને રિસર્ચ લેબ્‍સ માટે આ દૂધ અમૂલ્‍ય ગણાય છે.

ઉંદરનું દૂધની સામે અન્‍ય મોંઘા દૂધ - દુનિયામાં ઉંદર સિવાય પણ ઘણા એવા પ્રાણીઓ છે, જેમનું દૂધ મેળવવું મુશ્‍કેલ છે. તેમાં ડોંકી મિલ્‍ક (ગધેડીનું દૂધ): ઘણા સ્‍થળોએ તેને ખૂબ મોંઘું માનવામાં આવે છે, પણ તેની કિમત ૫,૦૦૦ થી ૧૦,૦૦૦ રૂપિયા પ્રતિ લીટર સુધી જ હોય છે. હોર્સ મિલ્‍ક (ઘોડીનું દૂધ): કેટલાક દેશોમાં મોંઘું છે, પણ ઉંદરના દૂધની સામે ઘણું સસ્‍તું છે. જ્‍યારે આ પ્રાણીઓની સરખામણીમાં ઉંદરનું દૂધ ૨૦ લાખ રૂપિયા પ્રતિ લીટર સુધી વેચાય છે. જેના લીધે તેને દુનિયાનું સૌથી મોંઘું દૂધ ગણવામાં આવે છે.

એક ચમચી દૂધ કાઢવું પણ પડકાર - ઉંદરનું દૂધ કાઢવા માટે ખાસ રીતો અપનાવવામાં આવે છે. સામાન્‍ય રીતે દૂધ કાઢી શકાય તેમ નથી. વૈજ્ઞાનિકો નાની-નાની મશીનોનો ઉપયોગ કરે છે. એક ઉંદર દિવસમાં બહુ ઓછું દૂધ આપે છે અને વારંવાર દૂધ કાઢવાથી પ્રાણીને તણાવ પણ થાય છે. એટલે જ મોટા પાયે તેનું ઉત્‍પાદન શક્‍ય નથી. એક્‍સપર્ટ્‍સ કહે છે કે આ દૂધ સામાન્‍ય લોકો માટે નથી, પણ વૈજ્ઞાનિક રિસર્ચ માટે જ ઉપયોગી છે. જો ક્‍યારેય વેપારી રીતે ઉપલબ્‍ધ થશે તો પણ સામાન્‍ય માણસ માટે તે પહોંચથી બહાર રહેશે.

(9:59 AM IST)