<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

જમ્મુ-કાશ્મીરમાં પચાસ હજારથી વધુ સ્માર્ટ વીજ મીટર બંધ; બે-ત્રણ વર્ષથી બદલાવની રાહ જોતા ગ્રાહકો ઉપર બિલનો બોજ યથાવત્

ત્રણ બિલિંગ ચક્રમાં ખરાબ મીટર બદલવાનો નિયમ કાગળ ઉપર; ગ્રાહકો પાસેથી વર્ષો સુધી નિશ્ચિત અને વધુ બિલ વસૂલાતનો આક્ષેપ થયો

જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં ૫૦,૦૦૦થી વધુ સ્માર્ટ વીજ મીટર ખરાબ, બળી ગયેલા અથવા સંપૂર્ણપણે બંધ હોવાનો મામલો સામે આવ્યો છે. હજારો ગ્રાહકો છેલ્લા બે-ત્રણ વર્ષથી મીટર બદલાવાની રાહ જોઈ રહ્યા છે, છતાં તેમની પાસેથી નિશ્ચિત અથવા અંદાજિત વીજ બિલ વસૂલવામાં આવતાં નારાજગી વધી છે.

 

જમ્મુ વીજ વિતરણ નિગમના વ્યવસ્થાપક નિર્દેશકે સંયુક્ત વીજ નિયામક પંચના અધ્યક્ષને મોકલેલી માહિતીમાં માત્ર જમ્મુ વિસ્તારમાં જ ૨૫,૦૦૦થી વધુ મીટર ખરાબ હોવાનું જણાવ્યું છે. કાશ્મીર વિસ્તારના આંકડા ઉમેરતાં કુલ સંખ્યા ૫૦,૦૦૦ને પાર થાય છે.

 

નિયમ મુજબ ખરાબ મીટરના ગ્રાહકને ગત વર્ષના સમાન મહિનાની ખપત અથવા અગાઉના ત્રણ મહિનાની સરેરાશ ખપતમાંથી જે વધુ હોય તેના આધારે બિલ આપી શકાય છે. આવી વ્યવસ્થા મહત્તમ ત્રણ બિલિંગ ચક્ર સુધી જ લાગુ રહી શકે અને આ સમયગાળામાં મીટર બદલવું જરૂરી છે. તેમ છતાં કેટલાક ગ્રાહકો પાસેથી બે-ત્રણ વર્ષથી અંદાજિત બિલ વસૂલાતી હોવાના આક્ષેપ ઊઠ્યા છે.

(10:33 PM IST)