તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
પીઓકેમાં ૭૦ હજારથી વધુ લોકો ૧૪ દિવસથી ધરણાં પરઃ મૃત્યુઆંક ૫૮
પાકિસ્તાની સરકાર અને સૈન્ય સામે રોષ વધ્યો : સૈન્ય અત્યાચાર બંધ નહીં કરે તો પીઓકેમાંથી જ કાઢી મૂકીશું: ધરણા સ્થળે નેતાઓનું પાકિસ્તાનને અલ્ટિમેટમ

ઈસ્લામબાદ,તા.૨૩: પાકિસ્તાનના કબજાવાળા પીઓકેમાં પાક, સરકાર, સૈન્ય અને પોલીસના અત્યાચારો સામે ચાલી રહેલા આંદોલનને ૧૪ દિવસ થઈ ગયા છે. સતત બે સપ્તાહથી ચાલી રહેલા આ આંદોલનમાં હવે સ્કૂલના બાળકો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. ૭૦ હજારથી વધુ લોકો ઘણા દિવસોથી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. જેઓ હવે પાકિસ્તાની સૈન્ય બહાર જાવના નારા પણ લગાવી રહ્યા છે.
શિવલલ્કાટના ઈદગાહ મેદાનમાં મુખ્ય વિરોધ પ્રદર્શન સ્થળ પર ૭૦ હજારથી વધુ પ્રદર્શનકારીઓ ૧૧ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમાં હવે સ્કૂલના બાળકો પોસ્ટરો સાથે જોડાયા છે.
આ પોસ્ટરોમાં પાકિસ્તાન બહાર જાવ, પાકિસ્તાની સૈન્ય કાશ્મીરીઓને મારી રહી છે, કાશ્મીરમાં પાકિસ્તાની હુમલો, અમને મૂળભૂત અધિકારો જોઇએ જેવા સુત્રોનો સમાવેશ થાય છે.
બાળકોએ મફત શિક્ષણ અને સારા ભોજનની માગણી પણ કરી છે. અત્યાર સુધી આ વિરોધ પ્રદર્શનોમાં ૫૮ લોકોના મોત થયા છે. ૧૦થી ૧૨ વર્ષના બાળકો આ આંદોલનમાં સામેલ થતા તેને વધુ ગતિ મળી ગઇ છે.
આ વિરોધ પ્રદર્શન માત્ર રાવલકોટ પુરતુ નથી રહ્યું, તે ઉપરાંત અનેક શહેરો અને ગોમા સુધી પહોંચી ગયું છે. એટલે કે પીઓકેના તમામ વિસ્તારોમાં હાલ પાકિસ્તાન સરકાર, સૈન્ય અને પોલીસના દમને સામે મોટા પાયા પર આંદલન ચાલી રહ્યું છે. વિરોષ પ્રદર્શનમાં સામેલ લોકોને સંબોષતા નેતા સરદાર અમન ખાને કહ્યું હતું કે પાકિસ્તાની અધિકારીઓ પાસે હવે કોઇ જ વિકલ્પ નથી જ્યારે અમારી પાસે થણી હિમ્મત છે.
જો સૈન્ય અમારા પર અત્યાચારો શરૃ રાખશે તો પાક.ના પુરા સૈન્ય સિસ્ટમને જ પીઓકેમાંથી બહાર કાઢી નાખીશું.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
