<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એકસપ્રેસવે પર પંચર રિપેર અને વાહન સમારકામની વધુ દુકાનો ખુલશે

રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એકસપ્રેસવે પર રસ્તાની સાઇડ સુવિધાઓમાં વાહન સમારકામ અને પંચર સેવા સુવિધાઓ વધારવા માટે આદેશો જારીઃ NHAI

નવી દિલ્હી,તા.૨૩: રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એકસપ્રેસવે પર પેટ્રોલ પંપ ઉપરાંત પ્રમાણિત પંચર રિપેર અને વાહન સમારકામની દુકાનોની અછતને ધ્યાનમાં રાખીને, તેમની સંખ્યા વધારવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ સુવિધાઓ PPP મોડેલ પર ખોલવામાં આવશે.

NHAI એ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એકસપ્રેસવે પર રસ્તાની સાઇડ સુવિધાઓમાં વાહન સમારકામ અને પંચર સેવા સુવિધાઓ વધારવા માટે આદેશો જારી કરવામાં આવ્યા છે. આ આદેશ NHAI ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની નેશનલ હાઇવે લોજિાસ્ટિકસ મેનેજમેન્ટ લિમિટેડ (NHLML) ને જારી કરવામાં આવ્યો છે.

તેની પ્રાદેશિક કચેરીઓની મદદથી, NHAI શકય તેટલી વહેલી તકે વેસાઇડ સુવિધાઓ (WSA) લીઝધારકો માટે પંચર રિપેર કેન્દ્રો અને વાહન સમારકામની દુકાનો ખોલવાની સુવિધા શરૃ કરશે. આ સુવિધાઓ રસ્તા પર વાહનોના ભંગાણ પછી વેડફાયેલા સમય અને અકસ્માતોનું જોખમ ઘટાડશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એવું જોવા મળ્યું છે કે ઘણા રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એકસપ્રેસ વે પર મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે અને પંચર રિપેર સેવાઓની ભારે અછત છે. 

(10:14 AM IST)