તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 21st October 2026
દિલ્હીમાં બદલાયો મોસમનો મિજાજ, ધુમ્મસની ચાદરમાં લપેટાયું
દશેરા પૂર્ણ થયા બાદ દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના હવામાનમાં ફેરફાર

નવી દિલ્હી તા.૨૧: દશેરા પૂર્ણ થયા બાદ દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે દિલ્હીના અનેક વિસ્તારોમાં હળવું ધુમ્મસ છવાયું હતું, જ્યારે અક્ષરધામ નજીક આવેલા બાયોડાયવર્સિટી પાર્ક અને કોમનવેલ્થ ગેમ્સ (CWG) એપાર્ટમેન્ટ્સ આસપાસ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. રાજધાનીના અન્ય વિસ્તારોમાં પણ સવારના સમયે ધુમ્મસની પાતળી ચાદર જોવા મળી હતી.
બીજી તરફ, હવામાનમાં ફેરફારની સાથે દિલ્હીની હવાની ગુણવત્તા પણ ચિતાનો વિષય બની રહી છે. એર ક્વોલિટી અર્લી વોર્નિગ સિસ્ટમ (AQEWS)ના અનુમાન મુજબ, બુધવારથી દિલ્હીની હવા ‘ખરાબ' શ્રેણીમાં પહોંચી શકે છે અને ૨૩ ઓક્ટોબર સુધી આવી સ્થિતિ રહેવાની શક્યતા છે. મંગળવારે દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૧૭૯ નોંધાયો હતો, જે ‘મધ્યમ' શ્રેણીમાં આવે છે. જોકે, બુધવારે વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર પહેલેથી જ વધી ગયું હતું.
બીજી તરફ, દક્ષિણ ભારતનાં કેટલાંક રાજ્યોમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની આગાહી છે. તમિલનાડુમાં ૨૧ ઓક્ટોબરે અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, જ્યારે કેટલીક જગ્યાએ અતિભારે વરસાદની પણ શક્યતા છે. હવામાન વિભાગે ચેન્નાઈ, તિરુવલ્લુર, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, કુડ્ડલોર અને તિરુચી સહિત ૧૭ જિલ્લાઓમાં ૨૩ ઓક્ટોબર સુધી યલો એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ૪૦થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને પવનના જોરદાર ઝાપટાં ૬૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ૨૨થી ૨૪ ઓક્ટોબર દરમિયાન પણ તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
