<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

હેવાન પતિની રાક્ષસી હરકતઃ ઝઘડો થતાં પત્‍નીના પ્રાઈવેટ પાર્ટમાં પાઈપ નાખી દીધોઃ ક્રૂરતાની હદ પાર કરી

હોસ્‍પિટલમાં જિંદગી અને મોત વચ્‍ચે જંગ લડી રહી છે પત્‍નીઃ ઘટના બાદ પતિ ફરાર થઈ ગયો

રીવા (મધ્‍ય પ્રદેશ) તા.૨૦: મઉગંજમાંથી સંબંધોને શર્મસાર કરતો એક સનસનીખેજ કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં એક પતિએ ક્રૂરતાની તમામ હદ પાર કરતા પોતાની પત્‍ની સાથે અમાનવીય વ્‍યવહાર કર્યો છે. આરોપ છે કે પતિએ પત્‍નીના પ્રાઈવેટ પાર્ટમાં પાઈપ નાખી દીધો, જે બાદ મહિલાની હાલત અત્‍યંત ગંભીર થઈ ગઈ. ગંભીર અવસ્‍થામાં પીડિતાને હોસ્‍પિટલે દાખલ કરવામાં આવી, જ્‍યાં તેની સારવાર ચાલી રહી છે.

જાણકારી અનુસાર, પીડિતાના લગ્ન લગભગ એક વર્ષ પહેલા થયા હતા. કહેવાય છે કે લગ્નના થોડા મહિના બાદથી પતિ-પત્‍ની વચ્‍ચે નાની નાની વાતોને લઈ વિવાદ થવા લાગ્‍યો હતો. પારિવારિક વિવાદ વધતા થોડા સમય પહેલા પીડિતા તેના પિયરે જતી રહી હતી. લગભગ ૧૦ દિવસ પહેલા ગામના લોકો અને પરિવારના સમજાવ્‍યા બાદ તે ફરી સાસરિયે પાછી આવી હતી. આરોપ છે કે સાસરિયે પરત આવ્‍યા બાદ પતિએ તેની સાથે બર્બરતા અને ગંદી હરકતો શરુ કરી દીધી.

આ ઘટના બાદ મહિલાની હાલત ખરાબ થઈ ગઈ. જે બાદ તેને તાત્‍કાલિક હોસ્‍પિટલ લઈ જવામાં આવી. ઘટના બાદ આરોપી પતિ ઘટનાસ્‍થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલાની સૂચના મળતા આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી તપાસ શરુ કરી દીધી છે. આરોપી પતિને શોધવા માટે પોલીસ ઠેર ઠેર તપાસ કરી રહી છે. આ ઘટનાએ આખા વિસ્‍તારમાં આક્રોશનો માહોલ બનાવી દીધો છે. સ્‍થાનિક લોકો આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે જલદી આરોપીને પકડી કાયદા અનુસાર તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

હાલમાં પીડિતા હોસ્‍પિટલમાં મોત અને જિદગી વચ્‍ચે જંગ લડી રહી છે, જ્‍યારે આરોપી પતિ પોલીસથી ભાગી રહ્યો છે. શાહપુર પોલીસ આરોપીને શોધવામાં લાગેલી છે. આ અમાનવીય ઘટનાએ સમાજને વિચારવા મજબૂર કરી દીધો છે કે સંબંધોની મર્યાદા કઈ હદ સુધી તૂટી ચુકી છે. હવે બધાની નજર પોલીસ કાર્યવાહી પર છે. આશા છે કે આરોપીની જલદી ધરપકડ થશે અને પીડિતાને ન્‍યાય અપાવવા માટે કડકમાં કડક કાર્યવાહી થશે.

(1:45 PM IST)