તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 20th July 2026
ચોમાસુ સત્ર તોફાની બન્યું : રામ મંદિર ચંદા ચોરીના મુદ્દે વિપક્ષનો ભારે હોબાળો, લોકસભા સ્થગિત કરવી પડી
વિપક્ષી દળોના સભ્યો અયોધ્યા રામ મંદિરમાં કથિત 'ચંદા ચોરી'ના મુદ્દા પર ચર્ચાની માંગ સાથે ગૃહના મધ્યમાં ધસી આવ્યા:વિપક્ષી સાંસદોએ હાથમાં પ્લેકાર્ડ્સ લહેરાવીને સરકાર વિરોધી જોરદાર નારેબાજી શરૂ કરી

નવી દિલ્હી :સંસદના ચોમાસુ સત્રની શરૂઆત અપેક્ષા મુજબ જ ભારે હોબાળા સાથે થઈ છે. વિપક્ષી સભ્યોના જોરદાર હંગામા અને નારેબાજીને કારણે લોકસભાની કાર્યવાહી શરૂઆતમાં જ બપોરે 12:00 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી છે.
સત્રની શરૂઆત લોકસભા અને રાજ્યસભા બંને ગૃહમાં રાષ્ટ્રગીત સાથે થઈ હતી. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ સ્પીકર ઓમ બિરલાએ ગૃહને ભૂતપૂર્વ સભ્યોના નિધનની માહિતી આપી હતી. ત્યારબાદ દિવંગત આત્માઓની શાંતિ માટે ગૃહમાં થોડી ક્ષણોનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
શ્રદ્ધાંજલિ બાદ જેવો પ્રશ્નકાળ શરૂ થયો કે તરત જ વિપક્ષી દળોના સભ્યો અયોધ્યા રામ મંદિરમાં કથિત 'ચંદા ચોરી'ના મુદ્દા પર ચર્ચાની માંગ સાથે ગૃહના મધ્યમાં ધસી આવ્યા હતા. વિપક્ષી સાંસદોએ હાથમાં પ્લેકાર્ડ્સ લહેરાવીને સરકાર વિરોધી જોરદાર નારેબાજી શરૂ કરી દીધી હતી.
વિપક્ષના આ હોબાળા વચ્ચે પ્રશ્નકાળ ચાલી શક્યો ન હતો. સ્પીકર ઓમ બિરલાએ સભ્યોને શાંત રહેવા અપીલ કરતા કહ્યું, "તમે ગૃહ ચલાવવા નથી માંગતા, તમે ચર્ચા કરવા નથી માંગતા." વિપક્ષી સભ્યો શાંત ન થતાં આખરે સ્પીકરે લોકસભાની કાર્યવાહી બપોરે 12:00 વાગ્યા સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. પ્રથમ દિવસે જ વિપક્ષના આક્રમક વલણથી સત્ર આગામી દિવસોમાં પણ તોફાની બનવાના સંકેત મળી રહ્યા છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
