તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
આ વર્ષે ચોમાસુ વહેલું : કેરળના કિનારે વરસાદ વરસાદ વહેલી પહોંચશે :શરૂઆત મજબૂત અને વ્યવસ્થિત નહીં
હાલમાં ચોમાસુ આંદામાન અને નિકોબાર ટાપુઓ અને બંગાળની ખાડીના કેટલાક ભાગોને પાર કરી ગયું

નવી દિલ્હી :સામાન્ય રીતે ચોમાસુ 1 જૂનની આસપાસ કેરળ પહોંચે છે, પરંતુ આ વખતે તે 26 મે, 2026 સુધીમાં કેરળના કિનારે થોડો વહેલો પહોંચવાની ધારણા છે. IMD અનુસાર, આ તારીખ 22 મે અને 26 મે વચ્ચેની આવી શકે છે, કારણ કે આ આગાહીઓ 4 દિવસમાં ફેરફાર થઇ શકે છે. 2025 માં, ચોમાસુ 24 મે ના રોજ કેરળ પહોંચ્યું હતું, જે તાજેતરના વર્ષોમાં સૌથી વહેલા આગમનમાંનું એક છે.
હાલમાં, ચોમાસુ આંદામાન અને નિકોબાર ટાપુઓ અને બંગાળની ખાડીના કેટલાક ભાગોને પાર કરી ગયું છે. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે આ વખતે ચોમાસુ વહેલું આવી શકે છે, પરંતુ તેની શરૂઆત ખૂબ મજબૂત અને વ્યવસ્થિત હોવાની અપેક્ષા નથી. સ્કાયમેટ વેધરના સ્થાપક અને અધ્યક્ષ જતીન સિંહના જણાવ્યા અનુસાર, "ચોમાસાની શરૂઆત નબળી અને અસંગઠિત હોવાની શક્યતા છે. ભારતમાં અર્થપૂર્ણ ચોમાસાનો વરસાદ સામાન્ય રીતે જૂનમાં શરૂ થાય છે."
દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો ઘણા રાજ્યોમાં ચાલી રહેલી તીવ્ર ગરમી વચ્ચે, હવામાન વિભાગે 17 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ સમયગાળા દરમિયાન 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. IMD એ આંદામાન અને નિકોબાર ટાપુઓ અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
