તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Sunday, 27th September 2026
રાંચીમાં દારૂની દુકાનમાં વાંદરીનો તરખાટ : બોટલ ખોલીને દારૂ ગટગટાવ્યો અને નશામાં ધૂત થઈ ત્યાં જ ઘસઘસાટ ઊંઘી ગઈ : વીડિયો થયો વાયરલ
ઝારખંડની રાજધાનીમાંથી સામે આવેલી આ અજબ ઘટનામાં વાંદરીએ દારૂની દુકાનમાં ઘૂસી પેગ લગાવ્યા બાદ લથડિયા ખાતી જોવા મળતા લોકોના હાસ્યનું કારણ બની

રાંચી તા.૨૭ : ઝારખંડની રાજધાની રાંચીમાંથી એક ચોંકાવનારો અને રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક વાંદરી દારૂની દુકાનમાં ઘૂસી ગઈ અને દારૂ પી લીધો, ત્યારબાદ નશામાં તેના હાવભાવ જોઈ લોકો હસી હસીને લોટપોટ થઈ ગયા.
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, વાંદરી દુકાનની અંદર રાખવામાં આવેલી દારૂની બોટલ લઈને તેને પીવાનો પ્રયત્ન કરે છે. થોડીવારમાં જ તેને નશો ચઢી જાય છે અને તે ત્યાં જ લથડિયા ખાતી જોવા મળે છે, અંતે ઘેનમાં તે દુકાનમાં જ સૂઈ જાય છે.
આ વીડિયો કોઈએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા જ વાયરલ થઈ ગયો છે. નેટિઝન્સ આ વીડિયો પર અવનવી કોમેન્ટ કરી રહ્યા છે અને આ ઘટનાને ખૂબ જ મનોરંજક ગણાવી રહ્યા છે.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
