<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

વાંદરો ગલૂડિયાને ઊંચકીને ઝાડ પર લઈ ગયો, બાળકની જેમ સાચવીને રાખ્‍યું

મંડી,તા.૧૫: હિમાચલ પ્રદેશના મંડીમાં એક વાંદરાએ રસ્‍તા પર રખડતા એક ગલૂડિયાને ઊંચકી લીધું હતું અને પોતાની સાથે લઈને ઝાડ પર લગભગ ૨૦ ફુટ ઊંચે જઈને બેસી ગયો હતો. ક્‍યાંય સુધી બંદરભાઈએ એ ગલૂડિયાને પ્રેમથી પકડી રાખ્‍યું હતું. જે લોકોએ આ નજરે જોયું તેમનો જીવ ઊંચો થઈ ગયો હતો. ક્‍યાંક થોડીક પણ ચૂક થઈ જાય અને ગલૂડિયું પડી જાય તો એનો જીવ જોખમમાં મુકાઈ જશે એ ચિતાએ લોકોએ વાંદરાને પપીને છોડવા માટે કહ્યું હતું. એ વખતે તો વાંદરાએ સાંભળ્‍યું ન સાંભળ્‍યું કર્યું, પરંતુ ૧૦-૧૫ મિનિટ પછી એને પાછું જમીન પર મૂકી પણ દીધું હતું.

આ અજીબ ઘટનામાં લોકોનાં બે પ્રકારનાં રીઍક્‍શન આવી રહ્યાં છે. સ્‍થાનિકોમાં ચિતા થઈ રહી છે કે વાંદરાએ ભલે પ્રેમ અને કાળજીથી આમ કર્યું હોય, પરંતુ ગલૂડિયું ખૂબ સહેમી ગયું હતું. એ ડાળ પરથી પડી ન જવાય એની બીકે બેઠું હોય એવું લાગી રહ્યું છે, જ્‍યારે કેટલાક લોકોને લાગે છે કે આ વાંદરાનો પ્રેમ વ્‍યક્‍ત કરવાનો રસ્‍તો છે. નિષ્‍ણાતો પણ આ હરકતને નોર્મલ ગણાવે છે.

કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્‍યો છે કે આજે વાંદરો કૂતરાના બચ્‍ચાને ઊંચકી ગયો છે, કાલે ઊઠીને જો બહાર રમતા બાળકને ઊંચકી જાય તો શું?.

(10:08 AM IST)