તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
સલૂનમાં વાંદરો માણી રહ્યો છે મસાજનો આનંદ
લોકોએ કહ્યું ‘‘VIP કસ્ટમર છે...''વાંદરાને સલૂનની માલિશ ખૂબ ગમી ગઈ છે અને તે ત્યાંથી જવાનો કોઈ મૂડમાં નથી

નવી દિલ્હી તા.૨૨: સોશિયલ મીડિયા પર એક વાંદરાના વીડિયોએ યુઝર્સનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયોમાં વાંદરો અચાનક એક સલૂનમાં આવી પહોંચ્યો અને તે સલૂનની ખુરશી પર બેસે છે અને વાળંદ તેના માથાની માલિશ કરવાનું શરૂ કરે છે. વાંદરો કોઈપણ પ્રકારની અશાંતિ કે ધમાલ કર્યા વિના આરામથી માલિશનો આનંદ માણતો જોવા મળે છે. આ ઘટના કઈ જગ્યાએ બની છે તેની ચોક્કસ માહિતી હજી સુધી જાણવા મળી નથી.
વીડિયો વાયરલ થયા બાદ, સોશિયલ મીડિયા યુઝર્સે વાંદરાના વર્તન પર રમુજી પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક લોકોએ તેને ‘સ્ત્ભ્ ગ્રાહક'નું નામ આપ્યું છે. અન્ય લોકોએ મજાકમાં ટિપ્પણી કરી કે વાંદરાને સલૂનની માલિશ ખૂબ ગમી ગઈ છે અને તે ત્યાંથી જવાનો કોઈ મૂડમાં નથી. લોકોએ વાંદરાની આરામદાયક મુદ્રા વિશે પણ રમુજી ટિપ્પણીઓ કરી હતી. કેટલાક યુઝર્સે નોંધ્યું હતું કે તેના વર્તન પરથી એવું લાગતું હતું કે જાણે તે વાળંદને માલિશ ચાલુ રાખવાનું કહી રહ્યો હોય. વીડિયોમાં વાંદરો થોડા સમય માટે સલૂનની ખુરશી પર આરામ કરતો જોવા મળે છે. આ અનોખી ઘટનાએ સોશિયલ મીડિયા યુઝર્સનું મનોરંજન કર્યું છે.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
