<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

મોદીમય ભારતઃ બંગાળમાં કેસરિયા બાદ દેશમાં હવે ૨૨ રાજ્‍યોમાં ભાજપ અથવા NDAની સરકાર

 

નવી દિલ્‍હી તા.૫: પヘમિ બંગાળની બંપર જીતે ભારતીય જનતા પાર્ટી અથવા NDA શાસિત રાજ્‍યોની સંખ્‍યામાં ફરી વધારો કર્યો છે. વલણોમાં મળતી દેખાતી જીત બાદ હવે ૨૨ રાજ્‍યો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં ભગવા સરકાર સત્તા પર સ્‍થાપિત થઈ ગઈ છે.

દેશની રાજધાની દિલ્‍હી, સૌથી વધારે લોકસભા સીટવાળા ઉત્તર પ્રદેશ, યુપીથી અડીને આવેલા બિહાર ઉપરાંત રાજસ્‍થાન, મહારાષ્ટ્ર, મધ્‍ય પ્રદેશ, ઉત્તરાખંડ, પヘમિ બંગાળ, છત્તીસગઢ, હરિયાણા, ઓડિશા, ગુજરાત, આસામ, ગોવા, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્‍ડ, મણિપુર, સિક્કિમ, મેઘાલય અને મિઝોરમમાં પણ NDA અથવા ભાજપની સરકાર છે.

ભાજપે ખુદ પોસ્‍ટ કર્યો ભગવા મેપ

બંગાળ ફતેહ કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ ખુદ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્‍ટ પરથી ભગવા મેપ જાહેર કર્યો છે. ભાજપે પોતાના સોશિયલ મીડિયા પોસ્‍ટમાં લખ્‍યું છે કે દેશના દિલથી લઈ બંગાળ સુધી, આ ન ફક્‍ત એક વધતો નકશો છે, પણ આ એક એવા રાષ્ટ્રનો વિશ્વાસ છે, જો પ્રગતિ માટે દ્રઢ સંકલ્‍પિત છે. ઉત્તરથી લઈ પૂર્વોત્તર સુધી, રંગોમાં આવેલો બદલાવ હવે જરાં પણ હળવો નથી. બંગાળ તો બસ એ કહાનીનો સૌથી નવો અધ્‍યાય છે, જે પહેલાથી જોર શોરથી આગળ વધી રહી છે. ૨૦૪૭ સુધી મળી એક વિકસિત ભારતના નિર્માણ સુધી.

(10:08 AM IST)