તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી મોડલ રિયા યાદવ ઓનલાઈન હેરાનગતિનો ભોગ બની: અજાણ્યા ટ્રોલર્સ સામે દિલ્હી પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવાઈ
નીટ (NEET) પરીક્ષાના વિરોધ પ્રદર્શન દરમિયાન લેવાયેલી તસવીર ખોટા સંદર્ભ સાથે વાયરલ કરીને ચરિત્રહનન કરવાનો પ્રયાસ કરાતા આખરે મોડલે લીધો કાયદાનોm આશરો

નવી દિલ્હી: તાજેતરમાં દેશભરમાં ચર્ચાસ્પદ બનેલી નીટ (NEET) પરીક્ષાના વિરોધ પ્રદર્શન દરમિયાન ચર્ચામાં આવેલી જાણીતી મોડલ રિયા યાદવે પોતાની વિરુદ્ધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થઈ રહેલી અશ્લીલ અને અપમાનજનક ટિપ્પણીઓ મામલે કડક વલણ અપનાવ્યું છે. સતત વધી રહેલી ઓનલાઈન હેરાનગતિ અને ટ્રોલિંગથી પરેશાન થઈને રિયા યાદવે આખરે દિલ્હી પોલીસના સાયબર સેલમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, દિલ્હીમાં આયોજિત નીટ પરીક્ષાના વિરોધ પ્રદર્શનમાં રિયા યાદવે ભાગ લીધો હતો, જ્યાં તેની એક તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ હતી. આ તસવીર વાયરલ થયા બાદ કેટલાક અસામાજિક તત્વો અને ટ્રોલર્સે તેની છબી ખરડવાના આશયથી તેના ફોટોગ્રાફ્સને ખોટા અને વાંધાજનક સંદર્ભો સાથે સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર મોડલ વિરુદ્ધ અત્યંત અભદ્ર અને આપત્તિજનક ટિપ્પણીઓ પણ કરવામાં આવી રહી હતી.
આ સતત વધી રહેલા માનસિક ત્રાસ અને ચરિત્રહનનના પ્રયાસો સામે લાલઆંખ કરીને મોડલ રિયા યાદવે કાયદાકીય પગલાં ભરવાનો નિર્ણય કર્યો છે. તેણે દિલ્હી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ડિજિટલ સ્પેસમાં તેના સન્માનને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે અને સુરક્ષાને લઈને પણ ચિંતા ઊભી થઈ છે. ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધીને વાંધાજનક પોસ્ટ કરનારા અને અભદ્ર ટિપ્પણીઓ કરનારા ફેક તેમજ અસલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ધારકોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ આ મામલે આકરા કાયદાકીય પગલાં ભરે તેવી પૂરેપૂરી શક્યતા છે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
