તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
ચાલતી બાઇકે પેન્ટના ખિસ્સામાં રાખેલો મોબાઇલ ફાટતાં બ્લાસ્ટ થયો, ૧૨ ફુટ સુધી બાઇકર ઘસડાયો

પાંઢુર્ણા,તા.૨૧: મધ્ય પ્રદેશના પાંઢુર્ણા જિલ્લામાં શનિવારે એક બાઇકરના પેન્ટના ખિસ્સામાં રાખેલો મોબાઇલ ફાટતાં ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. ધમાકાને કારણે યુવક દાઝી ગયો હતો. અચાનક થયેલા બ્લાસ્ટને કારણે તેના પેન્ટમાં આગ લાગી ગઈ હતી. એને બુઝાવવામાં બાઇકનું સંતુલન બગડ્યું હતું અને બાઇકર ૧૨ ફુટ સુધી રોડ પર ઘસડાયો હતો. તેના પગનું હાડકું તૂટી ગયું હતું અને પગના ભાગમાં ૧૦ ટકા દાઝી ગયો હતો. ગનીમત એ રહી કે પેન્ટની આગ બાઇકના સંપર્કમાં ન આવી, નહીંતર આગનું સ્વરૂપ વરવું થઈ ગયું હોત.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
