હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાંદ્રા ઈસ્ટના ગરીબ નગરમાં ઝૂંપડપટ્ટી હટાવતા પહેલા MMRDA નો મોટો નિર્ણય: સપ્ટેમ્બર સુધીમાં ૧૦૦ અસરગ્રસ્ત પરિવારોને મળશે નિશ્ચિત આવાસ!
હાઈકોર્ટના આદેશ બાદ પાત્ર લાભાર્થીઓને એચડીઆઈએલ કુર્લા અને ભંડારી પ્રોજેક્ટમાં અપાશે ઘરોની ચાવી; એસઆરએ પાસેથી ઓક્યુપન્સી સર્ટિફિકેટ મળતાં જ કબજો સોંપાશે

મુંબઈ : મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) એ બાંદ્રા પૂર્વના ગરીબ નગર વિસ્તારના ઝૂંપડપટ્ટીવાસીઓ માટે એક મહત્વપૂર્ણ રાહતજનક યોજના ઘડી કાઢી છે. બોમ્બે હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરીને MMRDA સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં આ વિસ્તારના ૧૦૦ પાત્ર પ્રોજેક્ટ-અસરગ્રસ્ત પરિવારોનું સફળતાપૂર્વક પુનર્વસન પૂર્ણ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે આ પાત્ર પરિવારોને નવા ફ્લેટનો સંપૂર્ણ કબજો સોંપાયા બાદ જ તેમની બાકી રહેલી ઝૂંપડીઓ દૂર કરવામાં આવશે.
અગાઉ ગરીબ નગરમાં કુલ ૫૦૦ ઝૂંપડાંઓ આવેલી હતી, જેમાંથી તપાસ બાદ ૧૦૦ ઝૂંપડાં પાત્ર અને ૪૦૦ ઝૂંપડાં અયોગ્ય (Ineligible) જાહેર કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટના આદેશાનુસાર અયોગ્ય બાંધકામોને મે મહિનામાં જ હટાવી દેવામાં આવ્યા હતા. હવે પાત્ર ૧૦૦ પરિવારોમાંથી ૧૬ પરિવારોને 'HDIL કુર્લા પ્રીમિયર' અને ૮૪ પરિવારોને 'ભંડારી મેટલર્જી પ્રોજેક્ટ' ખાતે નવા ફ્લેટ ફાળવી દેવામાં આવ્યા છે. હાલ સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (SRA) પાસેથી ઓક્યુપન્સી સર્ટિફિકેટ (OC) મેળવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે, જેના મળતાં જ સપ્ટેમ્બરના અંત સુધીમાં ચાબિઓ સોંપી દેવાશે.
આવાસની ચાવીઓ સોંપાયા બાદ જ MMRDA બાકી રહેલા માળખાઓને તોડી પાડવા અને જમીન ખુલ્લી કરાવવા માટે રેલવે વહીવટીતંત્રને આગળની કાર્યવાહી માટે પત્ર લખશે. રેલવે અધિકારીઓએ પણ નિર્દેશ આપ્યો છે કે હાઈકોર્ટની માર્ગદર્શિકા મુજબ તમામ પાત્ર પરિવારોને ઘર મળ્યા બાદ જ ડિમોલિશનની કામગીરી હાથ ધરાશે, જેથી કોઈ પણ પાત્ર પરિવાર આશ્રયવિહોણો ન રહે.
શહેરી વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દરમિયાન આવી માનવતાવાદી પુનર્વસન નીતિઓ જાળવવી અનિવાર્ય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
