તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
મીરા-ભાયંદર સરસનીખેજ ચોરી: ૪ વર્ષ જૂના વફાદાર કર્મચારીએ જ ઘડ્યો માસ્ટરપ્લાન, રાજસ્થાનથી ૨ની ધરપકડ, ૮૦% સોનું રિકવર!
શગુન જ્વેલર્સમાં કામ કરતા કર્મચારીએ વિશ્વાસઘાત કરી આચરી મોટી ચોરી, હરિયાણા-દિલ્હી થઈ રાજસ્થાન ભાગ્યો હતો; પોલીસે રૂ. ૫ લાખ રોકડા અને કાર પણ કરી જપ્ત

મીરા-ભાયંદર, તા.10: મીરા-ભાયંદર, વસઈ-વિરાર પોલીસે ગુરુવારે એક મોટી સફળતા મેળવતા જ્વેલરી શોપમાંથી લગભગ ૪ કિલો સોનાની ચોરીના હાઈ-પ્રોફાઈલ કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે રાજસ્થાનથી ચોરીના મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે આ ચોરીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ છેલ્લા ૪ વર્ષથી શગુન જ્વેલર્સમાં જ એક વફાદાર કર્મચારી તરીકે કામ કરી રહ્યો હતો અને માલિકનો વિશ્વાસ જીતીને આખી યોજના પાર પાડી હતી.
હરિયાણા, દિલ્હી થઈને ભાગ્યો રાજસ્થાન
દુકાનમાંથી ૪ કિલો સોનું ચોરી કર્યા બાદ આરોપી તરત જ ફરાર થઈ ગયો હતો. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આરોપી રાજસ્થાનથી હરિયાણા અને ત્યાંથી દિલ્હી ભાગી ગયો હતો. પોલીસે સતત તેનો પીછો કરીને આખરે રાજસ્થાનમાં દરોડો પાડીને તેની ધરપકડ કરી લીધી હતી.
૮૦ ટકા સોનું અને રોકડ રિકવર
ડીસીપી રાહુલ ચૌહાણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ કેસમાં કૂલ ૪ શંકાસ્પદોની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી ૨ મુખ્ય આરોપીઓને ઝડપી લેવાયા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલું ૮૦ ટકા જેટલું સોનું, રૂ. ૫ લાખની રોકડ રકમ અને ભાગવા માટે વપરાયેલી એક બલેનો કાર જપ્ત કરી છે. હાલમાં ઝડપાયેલા આરોપીઓની કડક પૂછપરછ ચાલી રહી છે અને બાકીના ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે.
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
