<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લાના ભૂમ તાલુકામાં કરોડોનું દૂધ ભેળસેળ કૌભાંડ સામે આવતા ચોંકાવનારો ખુલાસો

છેલ્લા છ મહિનામાં અંદાજે 2.3 કરોડ લિટર ભેળસેળયુક્ત દૂધનું વેચાણ થયાની આશંકા: દૂધમાં ફેટનું પ્રમાણ વધારવા માટે ડિટર્જન્ટ પાવડર અને પામ ઓઈલનો ઉપયોગ :દર 100 લિટર શુદ્ધ દૂધમાં આશરે 10 લિટર કેમિકલયુક્ત કૃત્રિમ દૂધ ભેળવવામાં આવતું

મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લાના ભૂમ તાલુકામાં કરોડો રૂપિયાનું દૂધ ભેળસેળ કૌભાંડ સામે આવતા ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં છેલ્લા છ મહિનામાં અંદાજે 2.3 કરોડ લિટર ભેળસેળયુક્ત દૂધનું વેચાણ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. દૂધમાં ફેટનું પ્રમાણ વધારવા માટે ડિટર્જન્ટ પાવડર અને પામ ઓઈલનો ઉપયોગ કરવામાં આવતો હતો. દર 100 લિટર શુદ્ધ દૂધમાં આશરે 10 લિટર કેમિકલયુક્ત કૃત્રિમ દૂધ ભેળવવામાં આવતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. 

  છેલ્લા છ મહિનામાં 2,30,470 કિલો હલકી ગુણવત્તાના દૂધ પાવડરથી 23.04 લાખ લિટર કૃત્રિમ દૂધ તૈયાર કરી તેને અસલી દૂધમાં ભેળવી દેવાયું હોવાનો આરોપ છે, જેની કિંમત અંદાજે 9.21 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. આ મામલે પોલીસે 7 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તમામ આરોપીઓ હાલ ફરાર છે અને તેમની ધરપકડ માટે પોલીસની વિશેષ ટીમ તપાસમાં જોતરાઈ છે.

(6:33 PM IST)