તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
માઇક્રોસોફટની સેવાઓ દુનિયાભરમાં ઠપ્પઃ લાખો યુઝર્સને મુશ્કેલી
યુઝર્સ ન તો મીટિંગ કરી શકે છે કે અને ન મેસેજઃ અચાનક બંધ થઈ ગઈ માઇક્રોસોફટની સર્વિસ

નવી દિલ્હી,તા.૧૩: માઇક્રોસોફટની અનેક સેવાઓ દુનિયાભરમાં અચાનક ઠપ થઈ ગઈ છે. આ ગ્લોબલ આઉટેજને કારણે ઓફિસમાં કામ કરતા લાખો યુઝર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માઇક્રોસોફટ, Outlook અને Teams ઍક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી છે. આ કારણે યુઝર્સ ન તો મીટિગ કરી શકે છે કે અને ન મેસેજ. માઇક્રોસોફટની સેવાઓમાં આ આઉટેજ ગુરુવારે બપોરે શરૂ થયો હતો. માત્ર માઇક્રોસોફટ જ નહીં, પરંતુ Amazon Web Services અને Googleની સેવાઓમાં પણ અવરોધ આવ્યો છે.
ઓનલાઇન સેવાઓમાં આઉટેજ પર નજર રાખતી વેબસાઇટ Downdetector.com અનુસાર, તેની સૌથી વધુ અસર Microsoft 365, Outlook અને Teams પર પડી છે. માત્ર Outlookમાં મુશ્કેલી અંગે લગભગ ૧.૩૦ લાખ યુઝર્સે પોતાની ફરિયાદ નોંધાવી છે.
આ મોટા આઉટેજની પુષ્ટિ માઇક્રોસોફટે પણ કરી છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે Microsoft 365ની સર્વિસનો ઉપયોગ કરવામાં મુશ્કેલી આવી રહી છે. Exchange Online સાથે જોડાયેલી સમસ્યાઓ વધુ છે. કંપની આ ફરિયાદોની તપાસ કરી રહી છે અને તમામ સેવાઓને શક્ય તેટલી વહેલી તકે સામાન્ય કરવા માટે કામ કરી રહી છે.
માઇક્રોસોફટની સેવાઓમાં આવેલા અવરોધની અસર મોટી કંપનીઓ પર પણ પડી છે. OpenAIએ જણાવ્યું છે કે તે Microsoft Connectors સાથે જોડાયેલી ટેક્રિકલ સમસ્યાની તપાસ કરી રહી છે. આ સમસ્યાને કારણે નવા કનેક્શન સ્થાપિત કરવામાં મુશ્કેલી આવી શકે છે અને કેટલાક ટૂલ્સ અપેક્ષા મુજબ કામ કરી રહ્યાં નથી. આવી જ મુશ્કેલીનો સામનો Anthropic પણ કરી રહી છે.
ગયા મહિને પણ માઇક્રોસોફટના Azure ક્લાઉડ પ્લેટફોર્મમાં અવરોધ આવ્યો હતો. તે સમયે આ ટેક્રિકલ ખામીની અસર કંપનીના પ્રોડક્ટિવિટી સોફટવેરની સાથે દુનિયાભરના અનેક ઉદ્યોગો પર પડી હતી.
ઇલેક્ટ્રિક ટ્રક બનાવતી કંપની વર્કહોર્સ ગ્રુપ (Workhorse Group) (WKHS.O)એ ૧૨ નવેમ્બરે ત્રીજા ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કરવાના હતા, પરંતુ કંપનીએ દુનિયાભરમાં માઇક્રોસોફટની સેવાઓમાં આવેલી ટેક્રિકલ ખામીને કારણે વેપાર પર અસર પડ્યાનું કારણ આપીને પરિણામો જાહેર કરવાની તારીખ બદલીને ૧૬ નવેમ્બર કરી દીધી હતી
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
