News of Monday, 16th November 2026
મેક્સિકોના કુખ્યાત ડ્રગ્સ માફિયા અને 'બોસ ઓફ બોસેસ' મિગુએલ ગાલાર્ડોનું જેલમાં નિધન
ગાલાર્ડો પ્રખ્યાત ગુઆડાલજારા કાર્ટેલનો સ્થાપક અને 1970 તથા 1980ના દાયકામાં મેક્સિકોના ડ્રગ્સ તસ્કરીના વિશાળ નેટવર્કનો મુખ્ય સરગના અને માસ્ટરમાઇન્ડ ગણાતો

મેક્સિકોના સૌથી કુખ્યાત ડ્રગ્સ માફિયા અને ‘બોસ ઓફ બોસેસ’ તરીકે જાણીતા મિગુએલ એન્જલ ફેલિક્સ ગાલાર્ડોનું 80 વર્ષની વયે જેલમાં જ અંતિમ શ્વાસ લીધા છે. મેક્સિકન અધિકારીઓ દ્વારા તેના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.
ગાલાર્ડો પ્રખ્યાત ગુઆડાલજારા કાર્ટેલનો સ્થાપક હતો અને 1970 તથા 1980ના દાયકામાં મેક્સિકોના ડ્રગ્સ તસ્કરીના વિશાળ નેટવર્કનો મુખ્ય સરગના અને માસ્ટરમાઇન્ડ ગણાતો હતો. તેના લાંબા અને કુખ્યાત અપરાધિક યુગનો હવે જેલમાં અંત આવ્યો છે.
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
