News of Sunday, 4th October 2026
મહેસાણા: ઊંઝાના ઐઠોરમાં ફેક્ટરીના પ્રદૂષણ મુદ્દે ભારે ધીંગાણું, ગ્રામજનો અને સંચાલકો સામસામે આવ્યા
કેમિકલ યુક્ત પાણી અને પ્રદૂષણને લઈને બોલાચાલી બાદ હિંસક અથડામણ: પોલીસે બે લોકોની ધરપકડ કરી

મહેસાણા : જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલા ઐઠોર ગામમાં ફેક્ટરી દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણના મુદ્દે સ્થાનિક ગ્રામજનો અને ફેક્ટરી સંચાલકો વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો હતો. ગામમાં ફેક્ટરીના દૂષિત પાણી અને પ્રદૂષણને કારણે લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો હોવાનો આરોપ લગાવી ગ્રામજનો વિરોધ કરવા પહોંચ્યા હતા, જ્યાં જોતજોતામાં વાતાવરણ વણસ્યું હતું અને બંને પક્ષો સામસામે આવી જતાં ધીંગાણું ખેલાયું હતું.
આ ઘટનામાં સામસામે બોલાચાલી અને મારામારી થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પ્રદૂષણના મુદ્દે ફાટી નીકળેલી આ હિંસક અથડામણ સંદર્ભે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બે વ્યક્તિઓની ધરપકડ કરી છે અને આગળની કાયદાકીય તપાસ હાથ ધરી છે.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
