<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘતાંડવે ભુક્કા બોલાવ્યા: સવાર સુધીમાં સુરતના અંબિકામાં આભ ફાટ્યું ૨૪.૦૬ ઇંચ વરસાદ

વાપી: (જીતુભાઈ રૂપારેલીયા દ્વારા) આજે સવાર સુધીમાં સુરતના અંબિકા પંથકમાં આભ ફાટ્યું ૨૪.૦૬ ઇંચ વરસાદ ખાબક્યો છે. ડોલવણ ૧૬.૭૩ ઇંચ, વાસો ૧૬.૩૮ ઇંચ, વાંસદા ૧૬.૨૬ ઇંચ, ઉમરપાડા ૧૪.૬૯ ઇંચ, નડિયાદ ૧૩.૪૩ ઇંચ, નેત્રંગ ૧૩.૦૩ ઇંચ અને ધરમપુરમાં ૧૧.૦૨ ઇંચ ભારે વરસાદ નોંધાયો છે.

સુરત, નવસારી, ડાંગ, ભરૂચ અને તાપી સહિત કેટલાય જિલ્લાઓમાં સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે.

ગણદેવામાં ટેમ્પાને વીજતાર લાગતા ૩ યુવાનોના કરૂણ મોત નીપજ્યા છે. 

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ગઈ સાંજે ૭.૩૦ થી શરૂ થયેલો વરસાદ આજે સવારે ૫.૪૫ વાગ્યા સુધી એકધારો હળવો મધ્યમ અને ભારે વરસતો રહ્યો હતો આમ છતાં સત્તાવાર આંકડાઓ સવાર સુધીમાં માત્ર એક ઇંચ વરસાદ પડ્યાનું જણાવે છે. રાજકોટમાં અત્યારે સવારે આઠ વાગ્યે છાંટા અને હળવો વરસાદ પડી રહ્યો છે

 

(9:28 AM IST)