તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
મેઘરાજા ફરી ધમાકેદાર બેટિંગ કરશેઃ ૫ દિવસ ગુજરાતમાં ચોમાસું જામશે!
૨૫ જુલાઈથી ઉત્તર-મધ્ય ગુજરાતમાં ‘ભારે' આગાહીઃ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં ધોધમાર વરસાદના એંધાણ

નવી દિલ્હીઃ રાજ્યમાં ચોમાસાનો મિજાજ વધુ રંગીન બનવા જઈ રહ્યો છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી પાંચ દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ બરાબરનું જામશે. બે જુદી જુદી વાતાવરણીય સિસ્ટમ્સ એકસાથે સક્રિય થતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હાલમાં અમૃતસરથી લઈને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી સુધી મોનસૂન ટ્રફ લંબાયેલો છે, જ્યારે પヘમિ બંગાળ અને ઝારખંડ ઉપર ૪.૫ કિમીની ઊંચાઈએ 'અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન' સર્જાયું છે.
આ સિસ્ટમ્સની અસરથી ૨૧ થી ૨૪ જુલાઈ દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતના વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પવનના સપાટા સાથે મધ્યમ વરસાદ પડશે. જ્યારે ૨૫ જુલાઈના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતના અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
બીજી તરફ, સૌરાષ્ટ્ર-કચ્છ અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.
અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૫ડીગ્રી અને રાજકોટમાં ૩૬ડીગ્રી રહેવાની ધારણા છે. સુરત અને વડોદરામાં ભારે પવન સાથે વરસાદી માહોલ રહેશે.
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
