<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

સુરેન્‍દ્રનગર-ભાવનગર-બોટાદ જીલ્લામાં મેઘકૃપા : ૧ થી ૭ ઇંચ : ચુડા ૭ : વઢવાણ ૬

હવે સાર્વત્રિક વરસાદનો રાઉન્‍ડ શરૂઃ રાજકોટ, મોરબી, જામનગર, દેવભુમી દ્વારકા, કચ્‍છમાં ધીમીધારે વરસ્‍યો વરસાદ : ટંકારા-વાંકાનેર-સાવરકુંડલામાં ર ઇંચ વરસાદ વરસ્‍યોઃ અન્‍યત્ર ઝાપટાથી દોઢ ઇંચ વરસતા ઠંડક પ્રસરી : શિહોર, લખતર, મહુવા, સાયલા, પાલીતાણા, બોટાદ, ગઢડા ૪, વલ્લભીપુર, ભાવનગર, મોરબી સાડા ૩, દસાડા, ચોટીલા, લીંબડી, થાનગઢ, લાઠી, બાબરામા ૩ ઇંચ વરસ્‍યો

ભાવનગર, આટકોટ, જામકંડોરણામાં પડેલ વરસાદ તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ, તા. ૧: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગઇકાલ સાંજથી વાતાવરણમાં પલ્‍ટા સાથે સાર્વત્રિક મેઘકૃપાના મંડાણ થયા છે અને સૌથી વધુ વરસાદ સુરેન્‍દ્રનગર, ભાવનગર, બોટાદ જીલ્લામાં વરસ્‍યો છે.

જેમાં ચુડામાં ૭ ઇંચ, વઢવાણ સાડા પ ઇંચ, શિહોર, મહુવા, લખતર, સાયલા, પાલીતાણા, બોટાદ, ગઢડામાં ૪ ઇંચ, વલ્લભીપુર, ભાવનગર, મોરબીમાં સાડા ૩ ઇંચ, દસાડા, ચોટીલા, લીંબડી, થાનગરઢ, લાઠી, બાબરામાં ૩ ઇંચ વરસાદ પડયો છે.

જયારે ટંકારા, વાંકાનેર, સાવરકુંડલામાં ર ઇંચ વરસાદપડયો છે જયારે અન્‍યત્ર ઝાપટાથી દોઢ ઇંચ વરસાદ પડયો છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ ગઈકાલ રાત્રિથી શરૂ થયેલી મેઘકળપા આજે બીજા દિવસે પણ યથાવત રહેતા સવારથી ગિરનાર, જુનાગઢ, વંથલી, ભેસાણમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે.

આ વર્ષે ચોમાસુ મોડુ શરૂ થવાની સાથે વરસાદની પણ મોટી ખાધ જોવા મળી રહી છે. જુનાગઢ સહિત સોરઠમાં ૧લી જુલાઈએ મેઘરાજાનું આગમન થયું હતું ચાર દિવસ કળપા વરસાવ્‍યા બાદ મેઘરાજા અલોપ થઈ ગયા હતા. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. ખેતીનો પાક સુકાવા લાગતા નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી હતી.

ગઈકાલે શુક્રવારે ભારે વરસાદની આગાહી વચ્‍ચે પણ જુનાગઢ શહેર અને જિલ્લામાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. આકાશ વાદળાઓથી ઘેરાયેલું રહેવા છતાં પણ સાંજ સુધી મેઘરાજાની પધરામણી થઈ ન હતી. પરંતુ રાત્રે મેઘરાજાએ આગમન કરીને ધીમીધારે વરસવાનો શરૂ કરતા આજે સવાર સુધીમાં જિલ્લામાં કુલ ૧૯૪ મીમી એટલે કે ૮ ઈંચ વરસાદ નોંધાયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ દોઢ દોઢ ઇંચ વરસાદ ભેસાણ વિસાવદર અને મેંદરડા તાલુકામાં થયો હતો. જ્‍યારે જુનાગઢ શહેરમાં પોણો ઈંચ અને ગિરનાર પર્વત પર બે ઇંચ પાણી પડયાનો નોંધાયો હતો.

દરમિયાન આજે સવારથી ધીમીધારે ફરી મેઘ સવારી આવી પહોંચી હતી. શરૂઆતના ૬ થી  ૮ના બે કલાક દરમિયાન વંથલીમાં બે મીમી, જૂનાગઢમાં ૪, ભેસાણ ખાતે ૩ મીમી અને ગિરનાર પર્વત પર વધુ ૮ મીમી વરસાદ થયો હતો.

આજે દીવસ દરમિયાન મેઘરાજા જોરદાર જમાવટ કરે એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

થવાની સાથે વરસાદની પણ મોટી ખાધ જોવા મળી રહી છે. જુનાગઢ સહિત સોરઠમાં ૧લી જુલાઈએ મેઘરાજાનું આગમન થયું હતું ચાર દિવસ કળપા વરસાવ્‍યા બાદ મેઘરાજા અલોપ થઈ ગયા હતા. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. ખેતીનો પાક સુકાવા લાગતા નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી હતી.

ગઈકાલે શુક્રવારે ભારે વરસાદની આગાહી વચ્‍ચે પણ જુનાગઢ શહેર અને જિલ્લામાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. આકાશ વાદળાઓથી ઘેરાયેલું રહેવા છતાં પણ સાંજ સુધી મેઘરાજાની પધરામણી થઈ ન હતી. પરંતુ રાત્રે મેઘરાજાએ આગમન કરીને ધીમીધારે વરસવાનો શરૂ કરતા આજે સવાર સુધીમાં જિલ્લામાં કુલ ૧૯૪ મીમી એટલે કે ૮ ઈંચ વરસાદ નોંધાયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ દોઢ દોઢ ઇંચ વરસાદ ભેસાણ વિસાવદર અને મેંદરડા તાલુકામાં થયો હતો. જ્‍યારે જુનાગઢ શહેરમાં પોણો ઈંચ અને ગિરનાર પર્વત પર બે ઇંચ પાણી પડયાનો નોંધાયો હતો.

દરમિયાન આજે સવારથી ધીમીધારે ફરી મેઘ સવારી આવી પહોંચી હતી. શરૂઆતના ૬ થી  ૮ના બે કલાક દરમિયાન વંથલીમાં બે મીમી, જૂનાગઢમાં ૪, ભેસાણ ખાતે ૩ મીમી અને ગિરનાર પર્વત પર વધુ ૮ મીમી વરસાદ થયો હતો.

આજે દીવસ દરમિયાન મેઘરાજા જોરદાર જમાવટ કરે એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :   સમગ્ર ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્‍યો હતો. પાછલા ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ૭૩.૪ મીમી (લગભગ ૩ ઇંચ) વરસાદ નોંધાયો છે. આ સાથે જ જિલ્લાનો મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૧૫.૩ મીમી પર પહોંચ્‍યો છે. ભાવનગર  જિલ્લાના તમામ ૧૦ તાલુકાઓમાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી.

આજે પણ ભારે વરસાદની આગાહી હોય તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્‍યા છે. આજે સતત બીજા દિવસે પણ ભાવનગર શહેર અને જિલ્લાની શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે.

આજે સવારે ઝરમર ઝરમર વરસાદ શરૂ રહ્યો છે. હજુ પણ ભારે વરસાદની આગાહી હોય જિલ્લામાં વરસાદ પડવાની પુરી સંભાવના છે.

આટકોટ

આટકોટઃ આટકોટ ધીમી ધારે દોઢ ઈંચ વરસાદ ખાબકયો રાત્રે થી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો વિજળી નાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્‍યો હતો રસ્‍તા પર પાણી વહી નીકળ્‍યા હતા પાક માટે કાચું સોનું વરસ્‍યું હતું હજું નદી નાળા છલકાય જાય પુર આવે તેવી ભગવાન ને પ્રાથના કરી રહ્યા છે  ધોધમાર વચ્‍ચે ધીમી ધારે વરસાદ વરસ્‍યો ભાવનગર હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેથી વાહન ચાલકો ને મુશ્‍કેલીનો સામનો કરવો પડ્‍યો હતો

જામકંડોરણા

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણાઃ જામકંડોરણામાં ગત રાત્રીથી વરસાદી માહોલ છવાયો છે. ગત રાત્રીના ૧૦ વાગ્‍યાથી આજે વારના ૮ વાગ્‍યા સુધીમાં જામકંડોરણામાં ધીમીધારે ૩૩ મી.મી. (સવા ઇંચ) વરસાદ પડયો હતો. આ વરસાદથી ખેડુતોમાં તેમજ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળે છે. હજુ પણ વરસાદી માહોલ છવાયેલો છે અને ઝરમર વરસાદ ચાલુ છે.

છલ્લા ર૪ કલાકમાં પડેલ  વરસાદના આંડક નીચે મુજબ છે.

સુરેન્‍દ્રનગર

ધ્રાંગધ્રા            ૬૭ મી.મી.

દસાડા             ૬૫ મી.મી.

લખતર            ૧૦૭ મી.મી.

વઢવાણ    ૧૩૫ મી.મી.

મુળી               ૯૧ મી.મી.

ચોટીલા     ૬૬ મી.મી.

સાયલા            ૯૫ મી.મી.

ચુડા        ૧૬૬ મી.મી.

લીંબડી             ૭૭ મી.મી.

થાનગઢ    ૬૫ મી.મી.

ભાવનગર

વલ્લભીપુર ૮૧ મી.મી.

ઉમરાળા    ૭૨ મી.મી.

ભાવનગર  ૮૬ મી.મી.

ઘોઘા              ૬૫ મી.મી.

શિહોર              ૧૦૯ મી.મી.

ગારીયાધાર ૬૩ મી.મી.

પાલીતાણા ૧૦૩ મી.મી.

તળાજા            ૬૦ મી.મી.

મહુવા              ૧૦૪ મી.મી.

જેશર              ૫૮ મી.મી.

બોટાદ             ૧૦૩ મી.મી.

ગઢડા              ૧૦૫ મી.મી.

રાણપુર     ૭૦ મી.મી.

બરવાળા   ૭૦ મી.મી.

મોરબી

માળીયા મિંયાણા   ૧૧ મી.મી.

મોરબી             ૮૫ મી.મી.

ટંકારા              ૪૬ મી.મી.

વાંકાનેર    ૪૧ મી.મી.

હળવદ             ૩૬ મી.મી.

અમરેલી

કુંકાવાવ-વડિયા    ૩૨ મી.મી.

બાબરા             ૬૭ મી.મી.

લાઠી               ૭૦ મી.મી.

લીલીયા    ૬૨ મી.મી.

અમરેલી    ૬૫ મી.મી.

બગસરા    ૨૨ મી.મી.

ધારી               ૧૭ મી.મી.

સાવરકુંડલા ૫૦ મી.મી.

ખાંભા              ૩૨ મી.મી.

જાફરાબાદ  ૩૮ મી.મી.

રાજુલા             ૫૬ મી.મી.

જામનગર

જામનગર  ૧૩ મી.મી.

જોડીયા            ૩૯ મી.મી.

ધ્રોલ               ૩૭ મી.મી.

કાલાવડ    ૨૯ મી.મી.

લાલપુર    ૧૧ મી.મી.

જામજોધપુર        ૧૭ મી.મી.

રાજકોટ

પડધરી            ૨૮ મી.મી.

રાજકોટ     ૨૨ મી.મી.

લોધીકા            ૩૨ મી.મી.

કોટડાસાંગાણી      ૩૬ મી.મી.

જસદણ     ૪૭ મી.મી.

ગોંડલ              ૩૭ મી.મી.

જામકંડોરણા        ૩૩ મી.મી.

ઉપલેટા            ૧૦ મી.મી.

ધોરાજી             ૧૯ મી.મી.

જેતપુર             ૨૭ મી.મી.

વિંછીયા    ૩૫ મી.મી.

જુનાગઢ

માણાવદર  ૧૧ મી.મી.

વંથલી             ૧૩ મી.મી.

જુનાગઢ    ૨૧ મી.મી.

ભેંસાણ             ૩૩ મી.મી.

વિસાવદર  ૩૫ મી.મી.

મેંદરડા             ૩૨ મી.મી.

કેશોદ              ૧૨ મી.મી.

માંગરોળ   ૨૧ મી.મી.

માળીયાહાટીના     ૮ મી.મી.

ગીર સોમનાથ

ગીરગઢડા  ૧૮ મી.મી.

તાલાલા    ૮ મી.મી.

પાટણ વેરાવળ     ૨ મી.મી.

કોડીનાર    ૭ મી.મી.

ઉના        ૩૦ મી.મી.

સુત્રાપાડા   ૨ મી.મી.

કચ્‍છ

રાપર              ૯ મી.મી.

ભચાઉ             ૨૦ મી.મી.

માંડવી             ૬ મી.મી.

મુદ્રા        ૯ મી.મી.

અંજાર             ૮ મી.મી.

ભુજ        ૧૪ મી.મી.

ગાંધીધામ  ૨૮ મી.મી.

દેવભુમી દ્વારકા     ૧૮ મી.મી.

કલ્‍યાણપુર  ૧૧ મી.મી.

ભાણવડ    ૧૯ મી.મી.

પોરબંદર

પોરબંદર   ૩ મી.મી.

કુતિયાણા      ૭ મી.મી.

રાણાવાવ           ૪ મી.મી..(૨.૧૬)

 

(11:16 AM IST)