<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

સુરતમાં ૩૦ કલાકમાં પાંચ ઇંચઃ અનેક વિસ્‍તારો પાણી....પાણી...

કામરેજ ૬ કલાકમાં ૨.૫ ઇંચ નવસારી ૧.૫ ઇંચ વરસાદઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જમાવટઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ક્‍યારે મહેમાન બનશે? હવામાન ખાતાની આગાહીને સાચી ઠેરવતા મેઘરાજા

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ હવામાન ખાતાની આગામી દિવસોમાં ભારે વરસાદ ની આગાહી જાણે મેઘરાજા સાચી ઠેરવતા હોય તેમ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા એ જોરદાર રિ એન્‍ટ્રી મારી છે, જેને પગલે આજે અનેક તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે.

જેમાં ખાસ કરીને સુરત સિટી માં ૩૦ કલાકમાં પાંચ ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્‍તારોમાં પાણી ભરાયાં હોવાની માહિતી મળે છે, સુરત ઉપરાંત અન્‍ય તાલુકા ઓ માં પણ ભારે વરસાદ નોંધાયો છે.

ફલડ કન્‍ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર આજે સવારે ૬ વાગ્‍યા થી લઈ બપોરના ૧૨ વાગ્‍યા સુધીમાં  નોંધાયેલ વરસાદના આંકડા જોઈએ તો સુરત જિલ્‍લાના કામરેજ તાલુકામાં ૬૦ મીમી, સુરત શહેરમાં ૫૯ મીમી, પલસાણા માં ૪૦ મીમી, ઓલપાડમાં ૩૫ મીમી, ચોર્યાસી માં ૩૩ મીમી, માંગરોળમાં ૩૦ મીમી, બારડોલી માં ૨૭ મીમી, મહુવામાં ૨૫ મીમી, અરેઠમાં ૧૦ મીમી, ઉમરપાડામાં ૧૦ મીમી અને માંડવીમાં ૪ મીમી વરસાદ નોંધાયો છે.

નવસારી જિલ્‍લાના નવસારી તાલુકામાં ૪૫ મીમી, જલાલપોરમાં ૩૩ મીમી અને ગણદેવીમાં ૮ મીમી વરસાદ નોંધાયો છે.

વલસાડ જિલ્‍લાના ધરમપુરમાં ૪૩ મીમી, પારડીમાં ૧૪ મીમી, વાપીમાં ૮ મીમી, વલસાડ તાલુકા માં ૬ મીમી, કપરાડા માં ૪ મીમી અને ઉમરગામમાં ૨ મીમી વરસાદ નોંધાયો છે.

તાપી જિલ્‍લાના વાલોડમાં ૨૦ મીમી, વ્‍યારામાં ૧૨ મીમી, ઉચ્‍છલ માં ૪ મીમી, ઉકાઈ માં ૩ મીમી અને સોનગઢમાં ૧ મીમી વરસાદ નોંધાયો છે.

ગીર સોમનાથ જિલ્‍લાના ઊના તાલુકામાં ૩૪ મીમી વરસાદ નોંધાયો છે તો ડાંગ જિલ્‍લાના સુબી રમાં ૭ મીમી અને આહવા તાલુકામાં ૧ મીમી વરસાદ નોંધાયો છે.

ભરૂચ જિલ્‍લાના ઝઘડિયામાં ૫ મીમી, નેત્રંગ માં ૩ મીમી અને વાલિયામાં ૨ મીમી વરસાદ નોંધાયો છે.

(2:44 PM IST)