<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

ગુજરાત, બિહાર સહિત ૨૧ રાજ્‍યમાં ભૂક્કા કાઢશે મેઘરાજા

ભારત પર અનેક વરસાદી સિસ્‍ટમ સક્રિય ! દિવાળી અને શરદઋતુના આગમન પહેલા દેશભરમાં હવામાને અચાનક મોટો યુ-ટર્ન લીધો

નવી દિલ્‍હીઃ તા.૧૮: દિવાળી અને શરદઋતુના આગમન પહેલા દેશભરમાં હવામાને અચાનક મોટો યુ-ટર્ન લીધો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા તાજા અહેવાલ મુજબ, જો કે દિલ્‍હી-એનસીઆર (Delhi-NCR) સહિત ઉત્તર ભારતના કેટલાક વિસ્‍તારોમાંથી હવે નૈઋત્‍યના ચોમાસાની વિદાય થવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ હજુ પણ દેશના અંદાજે ૨૧ જેટલા રાજ્‍યોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, ઉત્તર પ્રદેશ બિહાર (Bihar), પヘમિ બંગાળ (West Bengal) અને પહાડી રાજ્‍યોમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. જો કે પヘમિ રાજસ્‍થાન (West Rajasthan) ના ભાગોમાંથી ૧૯ સપ્‍ટેમ્‍બરની આસપાસથી ચોમાસાની વાપસી માટે અનુકૂળ પરિસ્‍થિતિઓ સર્જાઈ રહી છે, તેમ છતાં જતા-જતા ચોમાસું અનેક વિસ્‍તારોને ભીંજવી રહ્યું છે.

રાજધાની દિલ્‍હી અને આસપાસના વિસ્‍તારોમાં છેલ્‍લા કેટલાક દિવસોથી ભેજનું પ્રમાણ વધવાને કારણે ભારે ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ દિલ્‍હીમાં આગામી દિવસોમાં આકાશ આંશિક વાદળછાયું રહેશે અને છૂટાછવાયા સ્‍થળોએ હળવો વરસાદ કે રીમઝીમ ફૂવારા પડી શકે છે. તાપમાન ૩૩ થી ૩૬ ડિગ્રી સેલ્‍સિયસની આસપાસ રહેવાની શક્‍યતા છે.

ઉત્તર પ્રદેશ ના કેટલાક જિલ્‍લાઓમાં હજુ પણ હળવાથી મધ્‍યમ વરસાદની સંભાવના છે, જ્‍યારે બિહાર (Bihar) અને ઝારખંડમાં મેઘગર્જના સાથે પવન ફૂંકાવવાની અને વરસાદ પડવાની શક્‍યતાઓ વ્‍યક્‍ત કરવામાં આવી છે. ખેડૂતો અને સામાન્‍ય નાગરિકોને હવામાનની આ સ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને સાવચેતી રાખવા જણાવાયું છે

(1:24 PM IST)