તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
મારા માટે બાળકથી માંડીને વૃધ્ધ ‘જેન ઝી' છેઃ પૂ. મોરારીબાપુ
માનસ ભારત સ્વસ્તિક યાત્રા સોપાન-ર અંતર્ગત ભગવાન ચૈતન્ય મહાપ્રભુજીની પાવન ભુમિ પヘમિ બંગાળના માયાપુરમાં શ્રી રામકથાનું ગાન

રાજકોટ, તા. ર૧: પૂ. મોરારીબાપુના વ્યાસાસને ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા સોપાન-ર અંતર્ગત ભગવાન ચૈતન્ય મહાપ્રભુજીની પાવન ભુમિ પヘમિ બંગાળના માયાપુરમાં શ્રી રામકથાનું ગાન થયુ હતું. આ તકે પૂ. મોરારીબાપુએ કહયુ કે મારા માટે બાળકથી માંડીને વૃધ્ધ ‘જેન ઝી' છે.
પૂ. મોરારીબાપુએ કહયુ કે માણસે આ પાંચ સ્થળો પર વ્યવહારિક વાતો ન કરવી જોઇએ. (૧) સ્માનમાં કોઇને અંતિમ સંસ્કાર થતા હો ત્યારે વ્યવહારિક વાતચીત ન કરવી જોઇએ. આજે કલિયુગને કારણે લોકો સ્મશાનમાં પણ વ્યવહારિક વાતો કરતા હોય છે (ર) કોઇ બિમાર પાસે જઇએ ત્યારે પણ વ્યવહારિક વાતો ન કરાય (૩) દેવ મંદિરમાં વાતો ન કરવી જોઇએ (૪) કોઇ મહાત્મા પાસે બેઠા હોઇએ ત્યારે પણ વ્યવહારિક વાતો ન કરવી અને (પ) કથા સાંભળતી વખતે વ્યવહારિક વાતો ન કરવી જોઇએ.
આ પરમ ભૂમિપર વલ્લભાચાર્યજી અને ચૈતન્ય મહાપ્રભુનું મિલન થયું છે, બન્ને પરસ્પર અધ્યાત્મિક સંવાદ થયો છે. ત્યારે ચૈતન્યજી એ કહયું કે, ગાયના શીંગડા પર રાયનો દાણો જેટલી ક્ષણ રહે એટલી ક્ષણ પણ કૃષ્ણપ્રભુ-હરિનામ લેવાય તો પર્યાપ્ત છે, કૃતકૃત્ય થઇ જવાય. તણખણથી પણ હળવા થઇને અને વૃક્ષની જેમ સકિષ્ણુ બનીને કૃષ્ણ નામ લેવું.
માણસ પાંચ પ્રકારના વેગ પર કાબુ મેળવી લે તો જીવન સાર્થક થઇ જાય. વાણીના આવેગ પર કાબુ મેળવવો, મનોવેગ એટલે કે મનના વેગ પર કાબુ મેળવવો, ભોજન પર કાબુ એટલે કે ઉદર પેટનો આવેગ અને અહંકારનો આવેગ. આ સર્વ વેગો પર કાબુ મેળવવો જોઇએ તો હરિ મળે! મીરાબાઇ (રાજસ્થાન) તુકારામ (મહારાષ્ટ્ર) અને અહીં નવાદ્રિપ (માયાપુર) માં ચૈતન્ય મહાપ્રભુ મીરાંબાઇ દ્વારિકાધીશમાં સમાય ગયા, વિઠોલામાં તુકારામ અને નિરંતર અવિરત હરિ-કૃષ્ણ-પ્રભુનું સ્મરણ કરતા-કરતા ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથજીમાં ઓતપ્રોત થઇ ગયા. અધ્યાતી જગતમાં આ શકય છે. મને એમાં જરાય સંદેહ નથી પણ આપણને ભરોસો, શ્રધ્ધા, વિશ્વાસ હોવો જોઇએ.
રૂપ ગૌસ્વામી, જીવ ગૌસ્વામી, ચૈતન્ય મહાપ્રભુ અને સનાતન તત્વ-આ કલ્યાણમયી સ્વસ્તિક છે. (-મનોજ જોશી ‘મજો' રાજકોટ મો. ૮૧૪૦૨ ૧૩૧૩૦ મદફ ૯૪૨૬૨ ૪૨૧૧૫)
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
