તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
MDR ચાર્જ ....ગ્રાહકો પાસેથી ૧ રૂપિયો પણ નહીં વસૂલવામાં આવેઃ નાણામંત્રી
નાણામંત્રી નિર્મલા સિતારમણેMDRને લઈને સરકારનું વલણ સ્પષ્ટ કર્યું : ગ્રાહક પહેલાની જેમ કોઈ વધારાના ચાર્જ વિના યૂપીઆઈ પેમેન્ટ કરી શકશે : આ કોઈ ટેક્સ કે સેસ નથી અને તેનાથી મળનારા રૂપિયા કેન્દ્ર સરકારના ખાતામાં નહીં આવે. આ પેમેન્ટ સિસ્ટમ સાથે જોડાયેલા સર્વિસ પ્રોવાઈડર્સ વચ્ચે લાગનારો ચાર્જ છે

નવી દિલ્હી તા.૨૨: UPI પેમેન્ટ પર લાગનારા મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)ને લઈને સિયાસી ઘમાસાણ ખતમ થવાનું નામ નથી લઈ રહી. હવે વિપક્ષના સવાલો વચ્ચે નાણામંત્રી નિર્મલા સિતારમણ MDRને લઈને સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે સોમવારે સ્પષ્ટ કર્યું કે, નવા MDR નિયમોનો ભાર સામાન્ય ગ્રાહકો પર નહીં નાખવામાં આવે. તેમણે કહ્યું કે, ગ્રાહક પહેલાની જેમ કોઈ વધારાના ચાર્જ વિના યૂપીઆઈ પેમેન્ટ કરી શકશે. નાણામંત્રીએ સમાચાર એજન્સી ANI સાથે વાતચીત દરમિયાન આ વાત કરી.
નાણામંત્રીના પ્રમાણે, MDRને લઈને લોકો વચ્ચે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, આ કોઈ ટેક્સ કે સેસ નથી અને તેનાથી મળનારા રૂપિયા કેન્દ્ર સરકારના ખાતામાં નહીં આવે. આ પેમેન્ટ સિસ્ટમ સાથે જોડાયેલા સર્વિસ પ્રોવાઈડર્સ વચ્ચે લાગનારો ચાર્જ છે, જેનો ઉપયોગ સિસ્ટને સારી બનાવવા અને સેવાઓમાં સુધારા માટે કરવામાં આવે છે.
૨૦૦૦ રૂપિયાથી ઓછાના પેમેન્ટ પર કોઈ MDR નહીં: નવા નિયમો હેઠળ, ૨૦૦૦ રૂપિયા સુધીના UPI મર્ચેન્ટ પેમેન્ટ પર કોઈ MDR નહીં લાગે. જ્યારે, ૨,૦૦૦ રૂપિયાથી વધારેના પર્સન ટૂ મર્ચેન્ટ એટલે કે, P2M ટ્રાન્ઝેક્શન પર ૦.૪ ટકા MDR લાગુ થશે. જો કે, એક ટ્રાન્ઝેક્શન પર તેની મહત્તમ મર્યાદા ૩૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ ચાર્જની ચૂકવણી ગ્રાહક નહીં કરે. એટલે કે, જો કોઈ વ્યક્તિ દુકાન અથવા વેપારીને યૂપીઆઈથી રૂપિયા આપે છે, જો તેની પાસેથી અલગથી પ્ઝય્ નહીં વસૂલવામાં આવે. આ ચાર્જ પેમેન્ટ સાથે જોડાયેલી બેંકો અને એપ પ્રોવાઈડર્સ વચ્ચે નક્કી વ્યવસ્થા હેઠળ વહેંચવામાં આવશે.
લગભગ ૯૮ ટકા ટ્રાન્ઝેક્શન પર નહીં થાય અસરઃ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ૧૫ સપ્ટેમ્બરના રોજ MDR સાથે જોડાયેલું નવું ફ્રેમવર્ક રજૂ કર્યું હતું. સરકારના પ્રમાણે, લગભગ ૯૬ ટકા P2M ટ્રાન્ઝેક્શન આ ફેરફારથી પ્રભાવિત નહીં થાય. એટલે કે, મોટી સંખ્યામાં યૂપીઆઈ પેમેન્ટ પહેલાની જેમ કોઈ ચાર્જ વગર ચાલુ રહેશે. મનીકંટ્રોલના રિપોર્ટ અનુસાર, નાણા મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, પ્ઝય્ને સરકાર દ્વારા લગાવવામાં આવેલો ટેક્સ સમજવો યોગ્ય નથી. તેમણે કહ્યું કે, આ રકમ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઈન્ડિયામાં જમા નહીં થાય. તેનો ઉદ્દેશ પેમેન્ટ ઈકોસિસ્ટમમાં સામેલ કંપનીઓ અને બેંકો વચ્ચે ચાર્જ વ્યવસ્થા કરવાનો છે.
વિપક્ષ પર નાણામંત્રીનો પલટવારઃ યૂપીઆઈ ચાર્જ મુદ્દે વિપક્ષ તરફથી સરકાર પર લગાવવામાં આવેલા રહેલા આરોપો પર પણ તેમણે પ્રતિક્રિયા આપી. નાણામંત્રીએ કહ્યું કે, સંસદના સત્ર દરમિયાન તેમણે આ મુદ્દે સ્પષ્ટીકરણ કર્યું હતું. તેમ છતાય આ વિષયને લઈને લોકો વચ્ચે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. તેમણે લોકોને અપીલ કરી કે, તેઓ કોઈપણ દાવા પર વિશ્વાસ કરતા પહેલા તથ્યોની તપાસ કરે. નાણા મંત્રીએ કહ્યું કે, ખોટી જાણકારીના આધાર પર ચર્ચા કરવાથી સામાન્ય લોકો વચ્ચે ભ્રમ પેદા થાય છે.રાહુલ ગાંધીના કાર્યક્રમ પર શું બોલ્યા નાણામંત્રી? નાણામંત્રીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ઈંદોરમાં થયેલા ‘છાત્રો કી ગૂંજ' કાર્યક્રમ વિશે પણ વાત કરી. ત્યાં થયેલી કથિત નકલ અને મજાક સામે તેમણે વાંધો ઉઠાવ્યો. નાણા મંત્રીએ કહ્યું કે, લોકતંત્રમાં અભિવ્યક્તિની આઝાદી જરૂર છે, પરંતુ સંવિધાનિક પદ પર બેસેલા વ્યક્તિ સાથે સંબંધિત જોડાયેલા કાર્યક્રમમાં આ પ્રકારનો વ્યવહાર યોગ્ય માનવામાં ન આવે.
સેક્ટરના હિતથી આગળ વિચારોઃ બેંગલુરુમાં આયોજિત ૮માં ઈન્ટરનેશનલ ટેક્સ કોન્ફરન્સમાં નાણામંત્રી નિર્મલા સિતારમણે કહ્યું હતું કે, ટેક્સ સુધારાનો ઉદ્દેશ કોઈ એક સેક્ટરના ફાયદા સુધી મર્યાદિત ન હોવો જોઈએ. સરકારે એવી ટેક્સ વ્યવસ્થા પર ધ્યાન આપવું જોઈએ, જે નિષ્પક્ષ અને વિશ્વાસપાત્ર હોય, જેથી દેશમાં રોકાણ અને નવી તકનીકને પ્રોત્સાહન મળી શકે. તેમણે કહ્યું કે, ટેક્સ સંબંધિત મુદ્દાઓ પર લોકો વચ્ચે સ્વતંત્ર અને તથ્ય આધારિત રિસર્ચને પ્રોત્સાહન મળવું જોઈએ. તેમણે ટેક્સ એક્સપર્ટ્સને અપીલ કરી કે, તેઓ પોતાના કામમાં દેશમાં વ્યાપક હિતને પ્રાથમિકતા આપે.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
