News of Friday, 27th November 2026
માત્ર સાડા પાંચ લાખ રૂપિયામાં મળી જતી MBBS-MDની ડિગ્રી
જયપુરમાં SOGએ ફર્જી મેડિકલ ડિગ્રી રેકેટનો પર્દાફાશ :૩ સ્તરે ચાલતુ હતુ આ નકલી ડિગ્રીનું નેટવર્ક! રેકેટના ૪ આરોપીની ધરપકડ કરવામાં આવી ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી આ ફર્જી ડિગ્રીઓનો કાળો ધંધો ચાલતો હતો અને લગભગ ૫.૫ લાખ રૂપીયા લઈને MBBS-MD જેવી ડિગ્રીઓ તૈયાર કરવામાં આવતી હતી

જયપુરઃતા.૨૭: રાજસ્થાનમાં આવેલા જયપુરમાં SOGએ ફર્જી મેડિકલ ડિગ્રી રેકેટનોનો પર્દાફાશ કર્યો છે. ૪ રાજ્યોમાં ફેલાયેલા આ રેકેટના ૪ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, આરોપી સાથે પૂછપરછ કરવામાં આવી તેમાં સામે આવ્યું છે કે, આ લોકો લાખો રૂપિયા લઈને MBBS-MD, Gynaecology અને DMRD ની ડિગ્રીઓનો તૈયાર કરી આપતા હતા. એટલું જ નહીં પરંતુ યુનિવર્સિટિની વેબસાઇટ પર ઓનલાઇન અપલોડ કરીને મેડિકલ કાઉન્સિલમાં પણ રજિસ્ટ્રેશન કરાવી આપતા હતા.વિગતે વાત કરીએ તો આ કેસમાં, સૌથી પહેલા પોલીસે ૧૧ પાસ રામકિશોર મહાવરની ધરપકડ કરી છે, જે નકલી પ્ગ્ગ્લ્ અને MD ડિગ્રીના આધારે દિલ્હીની મોટી હોસ્પિટલોમાં ડોક્ટર બનીને કામ કરી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ, ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી આ ફર્જી ડિગ્રીઓનો કાળો ધંધો ચાલતો હતો અને લગભગ ૫.૫ લાખ રૂપીયા લઈને MBBS-MD જેવી ડિગ્રીઓ તૈયાર કરવામાં આવતી હતી. તપાસંમા જાણવા મળ્યું કે, ૪૦ થી વધુ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓની ડિગ્રીઓના નામે છેતરપિડી કરવામાં આવતી હતી.સૌથી પહેલા ગ્રાહકને સંપર્ક કરવામાં આવતો હતો. જેમાં આરોપી સત્યજીતનું મહત્વનું કામ લોકોથી સંપર્ક કરવું અને તેમની જરૂરત પ્રમાણે ડિગ્રી બનાવી આપતો હતો. તે પછી આરોપી મનીષ માંજી ફર્જી માર્કશીટ, ડિગ્રી અને ડિપ્લોમા તૈયાર કરાવીને ઉપલબ્ધ કરાવતો હતો. આ દસ્તાવેજો તે વોટ્સએપ દ્વારા સત્યજીત પાણિગ્રહીને મોકલતો હતો. એટલું જ નહીં પરંતુ જરૂર પડે તો પ્રિન્ટેડ દસ્તાવેજો DTDC કુરિયર દ્વારા પણ મોકલવામાં આવતા હતા.
ત્યારબાદ ત્રીજો સ્તર યુનિવર્સિટિ વેબસાઇટ પર ફર્જી ડિગ્રી અપલોડ કરવામાં આવતી હતી જે આ આખા કૌભાંડનું સૌથી મુખ્યનું કામ હતું. તપાસ પ્રમાણે, નકલી ડિગ્રીઓ તૈયાર થયા બાદ તેને યુનિવર્સિટિની વેબસાઇટ પર અપલોડ કરવાનું કામ એક અલગ માણસ કરતો હતો.
આ સમગ્ર મામલે સામે આવ્યું છે કે, નકલી મેડિકલ ડિગ્રીનું આ નેટવર્ક ચાર રાજ્યોમાં ફેલાયેલું હતું અને ફેસબુક-વોટ્સએપથી લઈને યુનિવર્સિટીની વેબસાઇટ સુધી તેનું વ્યવસ્થિત કૌભાંડ ચાલતું હતું. માત્ર સાડા પાંચ લાખ રૂપિયામાં MBBS-MD જેવી ડિગ્રીઓ તૈયાર કરીને લોકોને નકલી ડોક્ટર બનાવવામાં આવતા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ૧૧ પાસ વ્યક્તિ પણ આવી નકલી ડિગ્રીના આધારે દિલ્હીની મોટી હોસ્પિટલોમાં ડોક્ટર તરીકે કામ કરી રહ્યો હતો. હવે SOGની તપાસમાં આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય લોકો અને નકલી ડિગ્રીના આધારે કામ કરતા લોકો અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
