<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

શ્રી સોમનાથ મહાદેવ સોૈનુ કલ્‍યાણ કરજોઃ નરેન્‍દ્રભાઇ મોદીએ પ્રથમ જયોર્તિંલીંગનું પુજન- અર્ચન કર્યું

 

વેરાવળઃ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી આજે શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા છે. શ્રી સોમનાથ મહાદેવના અમૃતપર્વ ૨૦૨૬માં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ખાસ સહભાગી બન્‍યા છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ રોડ-શો બાદ શ્રી સોમનાથ મહાદેવનું પુજન-અર્ચન કર્યુ હતું. આ તકે શ્રી સોમનાથ મહાદેવ સમક્ષ સોૈનુ કલ્‍યાણ કરવા પ્રાર્થના કરી હતી. આ તકે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઇ સંઘવી સહિતના ઉપસ્‍થિત રહયા હતા. જે તસ્‍વીરમાં નજરે પડે છે.(તસ્‍વીરઃ અહેવાલ- દિપક કક્કડ- વેરાવળ)

 

(11:40 AM IST)