તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
યુદ્ધગ્રસ્ત ઈરાનમાં ૧૦૦૦ યુગલોનાં સામૂહિક લગ્ન
લશ્કરી જીપ અને આર્મીનાં વાહનોમાં નીકળી બારાત

તેહરાન તા.૨૧: ઈરાનની રાજધાની તેહરાનમાં એક અભૂતપૂર્વ અને ચર્ચાસ્પદ સામૂહિક લગ્નસમારોહનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં આશરે ૧૦૦૦ જેટલાં યુગલોએ એકસાથે લગ્ન કર્યાં હતાં જેને ઈરાન સરકારે ‘જાન-ફદા' અભિયાન નામ આપ્યું હતું. આ લગ્નસમારોહની સૌથી ખાસ અને આકર્ષક બાબત એ હતી કે આમાં પરંપરાગત વૈભવી કારોને બદલે મિલિટરી વાહનોનો વેડિગ કાર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ અનોખાં લગ્નમાં સેનાની જીપ અને આર્મીનાં વાહનોને ગુલાબી રંગના ફુગ્ગાઓ અને રંગબેરંગી ફૂલોની માળાઓથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યાં હતાં. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં નવદંપતીઓ આ શણગારેલી લશ્કરી જીપોમાં સવાર થઈને જતાં જોવા મળી રહ્યાં છે. મિલિટરી કાફલાનો આવો રોમેન્ટિક અને મંગલમય ઉપયોગ જોઈને ઇન્ટરનેટ યુઝર્સ પણ આヘર્યચકિત થઈ ગયા છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભારે તનાવ વચ્ચે તેહરાનની સડકો પર આ પ્રકારે લશ્કરી વાહનોમાં વર-વધૂની સવારી નીકળતાં આ ઘટના આખા વિશ્વમાં ભારે ચર્ચા જગાવી રહી છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
